અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#SF
આ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે.

અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)

#SF
આ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૨ નાની ચમચીચણા નો લોટ
  3. ૩ ચમચીપાણી (ચણા ના લોટની પેસ્ટ માટે)
  4. ૧ ચમચીમલાઈ
  5. ૪-૫ ચમચીઘી તેલ મિક્સ
  6. ચપટીહિંગ
  7. ૧ નાની ચમચીજીરું
  8. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  9. ૧ નાની ચમચીહળદર પાઉડર
  10. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  11. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  12. ૩ ચમચીસમારેલી કોથમીર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. થોડો મરી પાઉડર
  15. ૫-૬કળી સમારેલું જીણું લસણ
  16. ૧ ઇંચઆદું ખમણેલું
  17. મરચી તીખી જીણું સમારેલું
  18. ૧ નંગ મીડીયમ સાઈઝ ની ડુંગળી ઝીણી સમારેલી
  19. ટામેટાં ઝીણાં સમારેલાં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં ૧ ચમચી તેલ લઇ તેમાં ૨ ચમચી ચણા નો લોટ સેકી લો.લોટ શેકવામાં લાલ મરચું, મીઠું હળદર નાખી ૩ ચમચી પાણી ઉમેરી ને ચણા ના લોટની પેસ્ટ બનાવી ને એક વાટકીમાં કાઢી ને સાઈડ માં મૂકી દો..અને બધાં મસાલા ને ટામેટાં, ડુંગળી લસણ બધું સમારી ને તૈયાર કરી લો.

  2. 2

    હવે એ જ કડાઈ માં તેલ ઘી મિક્સ ગરમ થાય એટલે જીરૂં અને હિંગ નાખી તતડે એટલે ડુંગળી લસણ અને આદું અને ટામેટાં બધું વારાફરથી સાતળી લો.

  3. 3

    હવે તેમાં ચણા ના લોટની પેસ્ટ અને બધાં મસાલા નાંખી ને કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી ને હલાવી લો.

  4. 4

    હવે તેમાં પનીર નાંખી ને સ્મેસર ની મદદ થી સ્મેસ કરી ને ૧ ચમચી મલાઈ નાખી ને ઢાંકી દો. ૫ મિનિટ ધીમાં તાપે થવા દો.

  5. 5

    તૈયાર છે.. સ્ટ્રીટ ફૂડ માં ફેમસ અમૃતસરી પનીર ભૂરજી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes