કારેલા નું શાક (Karela Sabji Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કારેલા
  2. ૪ ચમચીતેલ
  3. ૧ ચમચીરાઈ
  4. ૧ ચમચીજીરૂ
  5. સમારેલી ડુંગળી
  6. ૨ ચમચીલસણ
  7. ૪-૫ લીમડાનાં પાન
  8. ૧/૨ ચમચીહિંગ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૨ ચમચીમેગી મસાલો
  11. ૩ ચમચીશેકેલી શીંગનો ભૂકો
  12. ૧ ચમચીલાલમરચું પાવડર
  13. ૧ ચમચીધાણાજીરૂ પાવડર
  14. ૧ ચમચીગરમમસાલો
  15. ૨ ચમચીગોળ
  16. ૨ ચમચીસમારેલી કોથમીર
  17. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કારેલા ધોઈને ગોળ પાતળા પતીકા સમારી તેનાં બિયાં કાઢી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરૂ ઉમેરો. તતડે ત્યારબાદ ડુંગળી, લસણ અને મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળો. પછી હિંગ, હળદર, કારેલાં અને મીઠું ઉમેરી મિક્સ કરો.

  3. 3

    તેની ઉપર ઢાંકણ ઢાંકીને ૫-૭ મિનીટ ચડવા દો. ત્યારબાદ શેકેલી શીંગનો ભૂકો, લાલમરચું, ધાણાજીરૂ, ગરમમસાલો અને ગોળ ઉમેરીને મિક્સ કરી ફરીથી ઢાંકીને ૫-૭ મિનીટ ચડવા દો.

  4. 4

    પછી મેગી મસાલો અને કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. તો કારેલાનું શાક સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes