બટાકા વડા

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

Week 2
#RB2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ
  1. 1 કિલોબટાકા
  2. 3વાટકા ચણાનો લોટ
  3. ૧ ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1 ચમચીમીઠું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧/૨ ચમચીકાચી વરિયાળી
  10. 2 ચમચીકોથમીર
  11. 1 ચમચીસોજી
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને કુકરમાં ચારથી પાંચ સિટી મારી બાફી લો. ત્યારબાદ ઠંડા પડે એટલે છાલ ઉતારી એક મોટા બાઉલમાં મેશ કરો.

  2. 2

    હવે બાફેલા મેશ કરેલા બટાકા માં ઉપર મુજબનો બધો જ મસાલો નાંખી બરોબર હલાવો. અને તેનાં મીડ્યમ સાઇઝના ગોળા વાળી લો.

  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં જરૂર મુજબ પાણી નાંખો અને બેટર તૈયાર કરો. તેમાં મરચું પાઉડર, મીઠું, સોજી અને કોથમીર ઉમેરો.

  4. 4

    હવે ગેસ પર ફ્રાયપેન મૂકો. બાફેલા બટેટાના વળેલા ગોળાને ખીરામાં ડુબાડી, ફ્રયપેનમાં નાંખો. મધ્યમ આંચ પર વડાંને તળો. તો તૈયાર છે બટેટાં વડાં. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes