છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)

Anil Dalal
Anil Dalal @Anildalal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીકાબુલી ચણા
  2. 3 નંગ કાંદા
  3. 3 નંગ ટામેટા
  4. 1 નંગબાફેલું બટાકા
  5. 2-3લાલ સૂકા મરચાં
  6. 2 નંગલીલા મરચાં
  7. 5-6લસણ
  8. 1નાનો ટુકડો આદુ
  9. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. 1 -1/2 ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. વઘાર માટે
  13. 1 ચમચો તેલ
  14. ચપટીહિંગ
  15. આદુ મરચાં લસણ ની પેસ્ટ
  16. પાણી જરૂર મુજબ
  17. પૂરી માટે
  18. 1 વાડકીઘઉં નો લોટ
  19. 1 વાડકીમેંદો નો લોટ
  20. મરી પાઉડર જરૂર મુજબ
  21. મીઠું સ્વાદ મુજબ
  22. 1ચમચો તેલ
  23. પાણી જરૂર મુજબ લોટ બાંધવા
  24. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ મરચાં લસણ ની પેસ્ટ બનાવી લો
    કાંદા અને ટામેટાં ની પેસ્ટ બનાવી લો.. એમાં... લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો એંડ હળદર નાખી પેસ્ટ બનાવી લો અને લાલ સૂકું મરચું કાશ્મીરી નાખી પેસ્ટ બનાવી લો...

  2. 2

    કાબુલી ચણા ને રાત્રે પાણી થી ધોઈ ને પાણી ભરી હુંફાળું ગરમ પાણી કરી એમાં એક નાની ચમચી સોડા નાખી પલાળી રાખો..... સવારે પાણી કાઢી ચણા ધોઈ પાછું તપેલી માં પાણી ભરી કૂકર માં બાફવા મૂકી દો.....
    (બ્રાઉન કલર માટે એક સફેદ કોટન નું કાપડ લઈ એમાં 2 ચમચી ચા ની ભૂક્કો, એક તજ નો ટુકડો મૂકી પોટલી બાંધી તપેલી માં મૂકી દો.. એટલે બ્રાઉન કલર આવશે)

  3. 3

    એક કડાઈ લો.... એમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, લવિંગ, આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ સાતડો... એમાં ગ્રેવી નાખી બાફેલા છોલે નાખી... થોડુ બ્રાઉન
    પાણી ઉમેરો એમાં બધો મસાલો ઉમેરો...
    લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, છોલે મસાલો, મીઠું, નાખી બરોબર મિક્સ કરી.. થોડું ઘટ થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો..

  4. 4

    પૂરી માટે
    એક કથરોટ માં બંને લોટ મિક્સ કરી
    એમાં તેલ, મીઠું, મરી પાઉડર, નાખી બરોબર મિક્સ કરી જરૂર પાણી થી લોટ બાંધી લો... એક મોટો લૂવો લઈ મોટી પૂરી વની તેલ માં ગોલ્ડન બ્રાઉન ટળી લો..

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ છોલે પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anil Dalal
Anil Dalal @Anildalal
પર

Similar Recipes