કારેલા નું લસણ અને લોટ વાળું શાક

Varsha Dave
Varsha Dave @cook_29963943

#RB7
#week7
#સમર વેજી ટેબલ
કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે.

કારેલા નું લસણ અને લોટ વાળું શાક

#RB7
#week7
#સમર વેજી ટેબલ
કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકારેલા
  2. 1 વાટકીચણા નો લોટ
  3. 2 નંગટામેટાં
  4. 2 ટે સ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનરાઈ મેથી જીરું
  6. 8,9કળી લસણ
  7. 1 ટી સ્પૂનહિંગ
  8. 1 ટી સ્પૂનગરમ મસાલો
  9. 1 ટી સ્પૂનહળદર
  10. 2 ટી સ્પૂનધાણા જીરું
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 2 ટી સ્પૂનગોળ
  13. 1 નંગલીંબુ
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કારેલા ને રાત્રે સમારી, મીઠું નાખી આખી રાત ઢાંકી ને મૂકી રાખો.સવારે બે વાર પાણી થી ચોળી ને ધોઈ ઉકળતા પાણી માં બાફી લો.બફાઈ જાય એટલે ચારણી માં કાઢી, હાથ થી દબાવી બધું પાણી નીચવી લો.ટામેટાં ની ગ્રેવી બનાવી,લસણ ફોલી વાટી લો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરું લસણ અને હિંગ મૂકી ટામેટાં ની ગ્રેવી વધારી દો.બધા સૂકા મસાલા અને ગોળ એડ કરી કારેલા ઉમેરી દો.

  3. 3

    તેમાં બે વાટકી જેટલું પાણી ઉમેરી ઉકાળો
    ચણા નાં લોટ ને પાણી માં ડોઈ એ મિશ્રણ ને શાક માં ઉમેરી ઝડપ થી હલાવો.

  4. 4

    બધું એકદમ મિક્સ થઈ ધટ્ટ થાય એટલે લીંબુ નીચોવી હલાવી ઉતારી લો.આ કા રેલા નું શાક ગરમ ગરમ મસ્ત લાગે છે.તેને પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes