રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચોખા,તુવેર ની દાળ,અડદ ની દાળ, ચણા ની દાળ,મગ ની દાળ મા પાણી નાખી ને આખી રાત પલાળી દેવાની. પલળી જાય એટલે સવારે પાણી નીકાળી ને મિકસરજાર મા ઢોકળા જેવુ પીસી લેવાનું
- 2
પછી ઢોકળા ના બેટર 8 કલાક ઢાકી ને રાખી દેવાનું. 8 કલાક પછી તેમા મીઠું,કોથમીર, લીલા મરચા,લાલ મરચા નો ભુકો,બટાકા, વટાણા, ટામેટાં, દુધી નાખી ને બરાબર મિક્સ કરી લેવાનું. વધારીયા મા તેલ ગરમ કરી તેમા રાઈ, હીંગ, જીરુ નાખી તતળે એટલે બેટર મા નાખી ને મિક્સ કરી લેવાનું.
- 3
ઢોકળીયા મા ગેસ ઉપર પાણી ગરમ કરવા મુકવાનું. ગ્રીસ કરેલી થાળીમાં ઢોકળા નુ બેટર પાથરી ને પાણી ગરમ થાય એટલે તેમાં મુકી ઢાંકણુ ઢાંકી ને 10 મિનિટ થવા દેવાનું. 10 મિનિટ પછી ખોલી ઢોકળાં ની થાળી ને કાઢી ને તેમા કાપા પાડી લેવાના. તૈયાર છે ઢોકળાં
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16265104
ટિપ્પણીઓ