કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)

કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે.
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાને ધોઈ સમારી લો. મેં અહીં મોટા ટુકડા કર્યા છે તમે તમારી રીતે નાના કે મોટા સમારી શકો. હવે મીઠું લગાવી ૫ મિનિટ મિનિટ રહેવા દો. પછી હાથેથી ચોળી, ધોઈ લો.
- 2
હવે કડાઈમાં પાણી નાંખી તેમા ટામેટા, મરચા, સૂકું મરચું નાંખી બાફવા મૂકો કાંઠો મૂકી ઉપર ચારણીમાં કારેલા પણ સ્ટીમ થી બાફી લો.
- 3
હવે કારેલા બફા઼ઈ ગયા છે તો તેને સાઈડ પર રાખી ટામેટાની છાલ કાઢી મિકસરમાં લીલી મરચા અને લાલ મરચા તથા પાણી સાથે ક્રશ કરી લો.
- 4
હવે કડાઈમાં તેલ મૂકી ચણાનો લોટ શેકી લો પછી મસાલા કરો અને પછી બનાવેલી પેસ્ટ નાખી મસાલા ને ભૂનો.
- 5
પછી કારેલા નાંખી મીઠું, ખાંડ અને પાણી નાંખી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ સીજવા દો. કારેલા ઠંડા થાય એટલે ફ્રીઝમાં મૂકી દો.
- 6
બીજા દિવસે કડાઈમાં તેલ મૂકી અધકચરું લસણ સામતળી કારેલાનું શાક નાંખી ભૂનો. હવે આ શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
કારેલા નુ પંજાબી શાક (Karela Punjabi Shak Recipe in Gujarati)
EB#Week6કહેવત છે કે આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદઊની ઊની રોટલી ને કારેલાનું શાકતો હવે વરસાદ આવે તો ત્યારે કારેલા નુ અવનવી રીતે શાક બનાવીએ..... Ashlesha Vora -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
#EBઆ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની Arpita Sagala -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે. Dr. Pushpa Dixit -
-
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
કાજૂ કારેલા નું શાક (kaju karela curry recipe in gujarati)
કારેલા એ સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કારેલા માંથી ભરપૂર માત્રામાં ફોસ્ફરસ મળી રહે છે જેથી વરસાદ ની ઋતુ માં રોગ પ્રતિકારક શક્તિ તેમજ પાચનશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં અણગમતા કારેલા ને મનગમતા બનાવવા માટે ટીપાં તેલના ઉપયોગ અને કડવાશ વિના સ્વાદિષ્ટ કાજૂ કારેલા નું શાક બનાવવામાં આવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
કારેલા ના ખલવા (Karela Khalva Recipe In Gujarati)
#EBWk 6કારેલા ના ખલવા(વિસરાતુું કાઠીયાવાડી સૂકુ શાક) Bina Samir Telivala -
-
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
પંજાબી સ્ટાઈલ કારેલા નું શાક (Punjabi Style Karela Shak Recipe In Gujarati)
#EB#Week6કારેલાનું શાક ખાવાથી શરીરમાં કરમિયા મટે છે..અને ડાયાબિટીસ હોય એમને માટે કારેલા ખુબ જ સારાં.. ચોમાસામાં ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.. વરસાદ ની સિઝનમાં સૌથી વધુ લોકપ્રિય છે.. કારેલા ને આજે મેં મસાલો ભરીને પંજાબી સ્ટાઈલ ગ્રેવી કરીને મસ્ત બનાવ્યા છે.. ડાયાબિટીસ વાળા આમાં ખાંડ એવોઈડ કરી શકે છે.. Sunita Vaghela -
-
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6કારેલા કાજુ બટાકાનું શાક Dimpy Aacharya -
કારેલા મસાલા ભાજા(karela masala bhaja recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ તમને બધાં ને ખબર છે કે ચોમાસામાં આપણી પાચનશક્તિ થોડી નબળી પડી જાય છે એટલે જ આખા વર્ષ દરમ્યાન કારેલા ન ખાવ તો ચાલે પણ ચોમાસામાં તો ખાવા જ જોઇએ કોઇપણ રીતે જો તમને શાક ન ભાવે તો તમે તેના ભાજા કરીને કે પછી નમક ભરીને શેકી ને કોઇપણ રીતે કારેલા ખાવા જ જોઇએ કારેલા ચોમાસામાં આપણા શરીરમાં એક કુદરતી ઔષધીય કામ કરે છે એટલે જ કહેવત છે કે આવી રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક Bhavisha Manvar -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
#MRC#monsoonreceipઆવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂 વરસાદ ની સિઝન માં કારેલા નું શાકખાવા થી બિમારી આવતી નથી. Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (3)