હરિયાળી પતરવેલી

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#breakfast
#tasty
પતરવેલી નો લીલોછમ રંગ રાખવો હોય તો ગ્રીન ચટણી તૈયાર કરો અને તેનાથી જ તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો.

હરિયાળી પતરવેલી

#cookpad
#cookpadindia
#cookpadgujarati
#breakfast
#tasty
પતરવેલી નો લીલોછમ રંગ રાખવો હોય તો ગ્રીન ચટણી તૈયાર કરો અને તેનાથી જ તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પત્તરવેલી ના પાન
  2. ૨૫૦ ગ્રામ બેસન
  3. મીઠું આવશ્યકતા અનુસાર
  4. ૧ ટીસ્પૂનઅજમો
  5. ૧/૨ ટીસ્પૂનહળદર
  6. ચપટીહિંગ
  7. ૩ ટેબલસ્પૂનતેલ
  8. ૧ ટીસ્પૂનરાઈ
  9. ૫-૬ પત્તા મીઠી લીમડી
  10. ૨-૩ સૂકા લાલ મરચાં
  11. 🔶️બેસનમાં નાખવા માટે ની ચટણી ની સામગ્રી
  12. ૧૦૦ ગ્રામ લીલા ધાણા
  13. ૧ ઈંચ આદુનો ટુકડો
  14. ૭-૮ નંગફુદીનો પત્તા
  15. ૪ નંગલીલા મરચાં
  16. ૧ ટેબલસ્પૂનશીંગદાણા
  17. ૧/૪ કપદહીં
  18. ૧ ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે મિક્સરમાં ચટણી બનાવી લો. પત્તરવેલી ના પાન ધોઈ, કોરા કરી અને તેની નસો કાપી લેવી. ત્યારબાદ બેસનમાં અજમો, મીઠું, હળદર, હિંગ નાખી મિક્સ કરો તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી અને મોઈ લો. હવે ગ્રીન ચટણી એડ કરો અને ઘટ્ટ ખીરું તૈયાર કરો. જો જરૂર પડે તો દહીં એડ કરો.

  2. 2

    હવે એક મોટા પાટલા ઉપર એક પત્તરવેલનું પાન ઉંધુ મૂકો. તેની ઉપર તૈયાર કરેલ મિશ્રણ એકસરખું પાથરો. તેની ઉપર બીજું પત્તરવેલી ના પાન મૂકો અને મિશ્રણ સ્પ્રેડ કરો. આવી રીતે ચાર લેયર તૈયાર કરી અને પત્તરવેલી ને ગોળ ફીટ વાળી દેવા. બંને સાઇડમાંથી પહેલા વાળવા અને પછી ગોળ વાળતા જવું. હવે એક ઢોકળીયામાં અથવા તપેલામાં પાણી ઉકળવા મૂકો. તેમાં માપની ચારણી મૂકી અને તેમાં આ વાટા બાફવા મૂકવા. 20 મિનિટ સુધી તેને બફાવા દેવા.

  3. 3

    ટુથપીક ખોસી અને કુક થયા છે કે નહીં ચેક કરી લેવું. હવે તેને બિલકુલ ઠંડા થવા દેવા. ત્યારબાદ તેના થોડા થીક પીસ કરવા. એક પેનમાં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ,તલ, મીઠી લીમડી, સુકા મરચા નાખી અને વઘાર તૈયાર કરો અને તેમાં આ પતરવેલીયાના પીસીસ નાખી અને મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે શેકો. તૈયાર છે હરિયાળી પતરવેલી !!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes