સેન્ડવીચ વિથઆઉટ ફાયર (Sandwich Without Fire Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 6 નંગસેન્ડવીચ બ્રેડ ની સ્લાઈસ
  2. બટર જરૂર મુજબ
  3. સેન્ડવિચ ની સ્પેશિયલ ગ્રીન ચટણી જરૂર મુજબ
  4. 1 નંગમોટી સાઇઝ કાકડી ની ગોળ સ્લાઈસ
  5. 1 નંગમોટી સાઇઝ ડુંગળી ની ગોળ સ્લાઈસ
  6. 2 નંગમોટી સાઇઝ ટામેટા ની ગોળ સ્લાઈસ
  7. 1 tspકાળા મરી પાવડર
  8. 1 tspચાટ મસાલો
  9. 2ક્યૂબ છીણેલું પ્રોસેસ ચીઝ
  10. 👉 ગાર્નિશ માટે :--
  11. સેન્ડવિચ ની ગ્રીન ચટણી
  12. ટોમેટો કેચઅપ
  13. બેસન ની જીની સેવ
  14. લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લઈ તેની કિનારી ને કટ કરી લો. હવે આ બ્રેડ સ્લાઈસ પર પહેલા બટર લગાવી પછી તેના પર સેન્ડવીચ ની ગ્રીન ચટણી લગાવો.

  2. 2

    હવે બ્રેડ ની બે સ્લાઈસ પર કાકડી ની ગોળ સ્લાઈસ, ડુંગળી ની ગોળ સ્લાઈસ અને ટામેટા ની ગોળ સ્લાઈસ ગોઠવી દો.

  3. 3

    હવે ઉપરથી કાળા મરી પાવડર, ચાટ મસાલો અને પ્રોસેસ ચીઝ ને છીણી ને ઉપર લગાવો.

  4. 4

    હવે આપણી સેન્ડવીચ તૈયાર છે. હવે આ સેન્ડવીચ ને + માં કટ કરી સરવિગ પ્લેટ માં ગોઠવી દો.

  5. 5

    હવે ઉપરથી સેન્ડવીચ ની ગ્રીન ચટણી, ટોમેટો કેચપ અને બેસન ની જીની સેવ ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરો.

  6. 6

    હવે આપણી એકદમ સહેલાઇ થી અને વિથ આઉટ ફાયર ઝડપથી બની જતી સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર છે.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes