કેપ્કોસીકમ કોનૅ પીઝા (capsicum corn pizza recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

કેપ્કોસીકમ કોનૅ પીઝા (capsicum corn pizza recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 સર્વિંગ્સ
  1. પીઝા બેઝ બનાવવા માટે:
  2. 2કપ મેદો
  3. અડધો કપ દહીં
  4. ૧ નાની ચમચી બેકિંગ પાઉડર
  5. ૧ નાની ચમચી 1/2બેકિંગ સોડા
  6. 2ચમચી તેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પીઝા ટોપિંગ માટે:
  9. થોડું કેપ્સીકમ
  10. 1/2વાટકી બાફેલી મકાઈના દાણા
  11. પીઝા સોસ
  12. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
  13. ચીઝ (મોઝરેલા /પ્રોસેસ)

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેદો ચાળી તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા બે ચમચી તેલ દહીં મીઠું અને જરૂર મુજબ પાણી થી લોટ બાંધી લો. હવે ઢાંકી લોટ અડધો કલાક માટે રહેવા દો.
    લોટ ને મસળી સરખા ત્રણ ભાગ કરો.

  2. 2

    એક કડાઈમાં નીચે મીઠુ નાખી કાણા વાળુ સ્ટેન્ડ મૂકી કઢાઈને દસ મિનિટ માટે પ્રી હિટ કરી લો.

  3. 3

    હવે રોટલી ના લુવા માંથી રોટલી કરતાં જાડું વણી લો અને કાંટા ચમચી વડે પ્રિક કરી ઘી થી ગ્રીસ કરેલી ડીશમાં મૂકો. તેને પ્રી હિટ કરેલી કડાઈમાં 15 મિનિટ માટે બેક કરવા મૂકો.(ગેસ ની ફ્લેમ મીડીયમ રાખવાની) તૈયાર છે પીઝા બેઝ

  4. 4

    હવે પીઝા બેઝ પર પીઝા સોસ લગાવી કેપ્મસીકમ અને બાફેલા મકાઈના દાણા એડ કરો. ઉપરથી પ્રોસેસ ચીઝ મોઝરેલા ચીઝ એડ કરો.ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરો.

  5. 5

    હવે લોઢી ગરમ કરી તેના પર તૈયાર કરેલો પિઝ્ઝા ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લો.
    તૈયાર છે.કેપ્સીકમ કોનૅ પીઝા. તેને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes