પનીર પંજાબી વીથ ગાર્લિક નાન (Paneer Punjabi With Garlic Nan Recipe In Gujarati)

પનીર પંજાબી વીથ ગાર્લિક નાન (Paneer Punjabi With Garlic Nan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાંના મોટા કટકા કરી લો. હવે એક પેનમાં 1-1/2 કપ જેટલું પાણી લઈ તેમાં સમારેલ ડુંગળી, ટામેટાં, લસણ તથા બધા તેજાના ઉમેરી ઢાંકીને ૫-૭ મિનિટ માટે ચડાવી લો.
- 2
- 3
હવે ઠંડુ થયા બાદ તેમાંથી બધા તેજાના કાઢી લઈ, તેને મિકસરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી, આ ગ્રેવિને એકવાર strain કરી લો.
- 4
હવે પનીરના કટકા કરી લો અને એક પેનમાં ૧ ચમચી બટર તથા ૧ ચમચી તેલ લઈ પનીરને સોતે કરી લો. પનીર સહેજ ગુલાબી રંગનું થાય એટલે તેમાં સહેજ મીઠું તથા લાલ મરચું પાઉડર ઉમેરી, મિક્સ કરી ગેસ બંધ કરી તેને ઠંડુ કરી લો.
- 5
હવે એ જ પેનમાં બાકીનું બટર તથા તેલ લઈ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ સાંતળો. હવે તેમાં ૧ ચમચી કસુરી મેથી ઉમેરી, તૈયાર કરેલ ગ્રેવી ઉમેરી સાંતળો. હવે તેમાં બધા સૂકા મસાલા તથા ખાંડ ઉમેરી તેને બરાબર ચડવા દો.
- 6
- 7
હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં પનીરના પીસ ઉમેરી, બરાબર મિક્સ કરી ૫ મિનિટ માટે કૂક કરો. હવે ઉપરથી બીજી કસુરી મેથી તથા છીણેલું પનીર ઉમેરી, મિક્સ કરી, બાઉલમાં કાઢી, ઉપરથી મલાઈ તથા કોથમીરથી સજાવી લો.
- 8
- 9
ગાર્લિક નાન માટે ૧/૨ કપ દૂધમાં ખાંડ તથા યીસ્ટ ઉમેરી, મિક્સ કરી ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. હવે મેંદો તથા ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, તેલ ઉમેરી, યીસ્ટવાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરો. હવે બાકી વધેલ દૂધથી સોફ્ટ લોટ બાંધી લો.
- 10
- 11
આ લોટને ઉપર સહેજ તેલ લગાવી, ઢાંકણથી ઢાંકી, ૪૫ મિનિટ માટે પ્રૂવ થવા મૂકો.
- 12
૪૫ મિનિટ બાદ તેમાંથી એકસરખા ગોળા વાળી લો. હવે તેમાંથી નાની રોટલી વણી, સહેજ પાણી લગાવી, સમારેલ લસણ, કોલોંજી તથા કોથમીર ભભરાવી ફરીથી વણી લો.
- 13
હવે તેના પાછળની બાજુ પાણી લગાવી, ગરમ તવામાં પાણી વાળી બાજુ નીચે રહે એ રીતે શેકો. હવે તાવડી ઉંધી કરી ફોટોમાં બતાવ્યા મુજબ, લસણ લગાવ્યું છે એ સાઈડ બરાબર શેકી લો. હવે તેના પર બટર લગાવી, ગરમ ગરમ પનીર પંજાબી સબ્જી તથા પાપડ સાથે સર્વ કરો.
- 14
- 15
Similar Recipes
-
-
પનીર ટિક્કા મસાલા વીથ ચીઝ નાન (Panner tikka masala cheese nan)
#માઇઇબુક #પોસ્ટ૨નાન મુખ્યત્વે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને કેરેબિયન દેશોના ક્યુઝીનમાં જોવા મળે છે. નાનનો ઉદભવ મેસોપોટેમિયા, પ્રાચીન ઇજિપ્ત અને ભારતીય ઉપખંડમાં થયેલ. ઈરાનમાં, તેમજ અન્ય પશ્ચિમ એશિયન દેશોમાં કોઈપણ પ્રકારની બ્રેડ માટેનો સામાન્ય શબ્દ 'નાન' છે. નાન એ પ્રાચીન પર્શિયામાં ગરમ ભઠ્ઠી પર શેકાયેલી બ્રેડ પરથી ઉતરી આવેલ હોવાનુ મનાય છે. અહીં મેં પનીર ટીક્કા મસાલા સાથે નાન પીરસી છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને મારા પતિનું પ્રિય લંચ છે !!! #નાન #પનીર #પંજાબી Ishanee Meghani -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)
#EBશાહી પનીર આમ તો ઉતર ભારત ની વાનગી છે પણ હવે તો મોટેભાગે બધે ખવાય છે અને સૌની મનપસંદ પણ છે. શાહી પનીર માં rich ગ્રેવી નો ઉપયોગ થાય છે. શાહી પનીર નાન સાથે ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
બટર ગાર્લિક નાન (Butter Garlic Nan Recipe In Gujarati)
#cookpadgujaratiસામાન્ય રીતે મેદાની રેસીપીમાં યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાસે યીસ્ટ હોતું નથી અથવા તો કોઈ યીસ્ટ નો ઉપયોગ કરતું નથી.તો ત્યારે શું કરવું ? હું યીસ્ટ નો ઉપયોગ કરતી નથી તેથી મેં આજે યીસ્ટના ઉપયોગ વગર જ નાન બનાવી છે. જે રેસ્ટોરન્ટની નાન ને પણ ભૂલી જાવ એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. પસંદ આવે તો તમે પણ ચોકકસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ચીઝ પનીર બટર મસાલા વિથ નાન (Cheese Paneer Butter masala with naan recipe In Gujarati)
#7th recipe Nilam Ravi Vadaliya -
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
બટર પનીર ચીલી વીથ ગ્રેવી (Butter Paneer Chili With Gravy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
પનીર કાલી મીર્ચ (Paneer Kali Mirch Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
પંજાબી પનીર બેબી કોર્ન સબ્જી (Punjabi Paneer Baby Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન (Punjabi Dhaba Special Chole
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન#CholeButterNaan#PunjabDhabaStyleCholeButterNaan#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove#પંજાબીસ્પેશિયલ #છોલે #કાબુલીચણા#બટર #નાન #મેંદો#PunjabiSpecial #Chole #KabuliChana #Maida #Naan #Butter#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeપંજાબી ઢાબા સ્પેશિયલ ડીશ માં છોલે અને બટર નાન ખૂબજ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભોજન છે. તો આવો, સાથે મળીને બનાવીએ ..ઓયે... ઓયે... બલ્લે... બલ્લે... Manisha Sampat -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)