મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)

#KS
પંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે.
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KS
પંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે : સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી, તેમાં લાલ સૂકું મરચું ઉમેરો, ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી તેમજ આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી 2 થી 3 મિનિટ હલાવો. હવે તેમાં લાલ મરચું ઉમેરો. તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો. ત્યારબાદ મિક્સર જારમાં તેની ગ્રેવી બનાવો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તજપતા ઉમેરો. હવે તેમા તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી, સાંતળી લો. હવે તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરો અને જરૂરિયાત મુજબની મીઠું ઉમેરી, બરાબર મિક્ષ કરો. હવે તેમાં થોડું પાણી ઉમેરો. ગ્રેવી ઉકળે એટલે તેમાં કસ્તુરી મેથી ઉમેરો. બરાબર મિક્સ કરી, તેમાં બાફેલા વટાણા બટાકા તેમજ પનીર ના પીસ ઉમેરી, હલાવી લઈ, 2-3 મિનિટ થવા દો.
- 3
તૈયાર થયેલી સબ્જી પર સમારેલ કોથમીર ઉમેરી, સર્વિંગ બાઉલમાં કાઢી, ગરમાગરમ બટર રોટી, રાઈસ, સલાડ તેમજ પાપડ સાથે સર્વ કરો.તો તૈયાર છે, પંજાબી આલુ મટર પનીર સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ.પનીર સબ્જી (veg. Paneer sabji) Punjabi sabji
#માઇઇબુક #પોસ્ટ5 #વિકમીલ૧મલાઈમાંથી માખણ કાઢ્યા બાદ જે દૂધ જેવી છાશ નીકળે છે તેમાંથી મેં પનીર બનાવેલ છે. આ પનીરનો ઉપયોગ કરી આ પંજાબી સબ્જી બનાવેલ છે. Kashmira Bhuva -
ખોયા-મટર સબ્જી (Khoya mutter sabji recipe in gujarati)
#GA4#Week10#frozen ..,વટાણા (મટર)ખોયા મટર ની સબ્જી પંજાબી કયુઝીનની સબ્જી છે જેમાં ફ્રોઝન વટાણા (મટર)નો યૂઝ કર્યો છે. એકરમ રીચ,ક્રીમી, શાહી,રજવાડી સબ્જી છે જે લછ્છા પરાઠા,નાન, રોટલી સાથે સર્વ થાય છે. Saroj Shah -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)
#MW2 #paneerપનીરનું શાક બહુ જ સરળતાથી બની જાય છે. ઠંડા પ્રદેશ માં સૌથી વધુ પનીરનો ઉપયોગ થાય છે.આ સબ્જીમાં મેં હોમમેડ પનીરનો ઉપયોગ કર્યો છે.પનીરથી હાડકા મજબૂત બને છે.પનીરના ઉપયોગ થી પંજાબી સબ્જીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. Kashmira Bhuva -
મટર પનીર(Mutter paneer recipe in gujarati)
મટર પનીર એ ખૂબ ટેસ્ટી પંજાબી સબ્જી છે. જેને આપણે પોતીકી બનાવી દીધી છે. ઠંડી આવે અને વટાણા મળવા લાગે એટલે આ શાક બનાવવાનો વિચાર આવે જ. તો હવે રેસીપી જોઈ લઈએ.#weekend Jyoti Joshi -
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
-
મગ ચણા સ્પ્રાઉટ કરી (Mug chana sprout Curry recipe in Gujarati)
#સુપરશેફ1 #કરી#માઇઇબુક #પોસ્ટ22બાળકોને ઘણી વખત કઠોડ ભાવતા નથી અને ચોમાસામાં શાકભાજી મળતા ન હોય ત્યારે કઠોળને ફણગાવીને અલગ જ રીતે બનાવીને પીરસવામાં આવે તો તેઓને પસંદ પડે છે, વળી ફણગાવેલા કઠોળ પૌષ્ટિક હોય છે. Kashmira Bhuva -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiમટર પનીર Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)
#GA4#WEEK6રણવીર બરાર સ્ટાઈલ પંજાબી મટર પનીર....#RanveerBrar@RanveerBrar#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
મટર પનીર સાંભળી ને જ મોં માં પાણી આવી જાય અને વડી પંજાબી સ્બજી એટલે ભરપુર તેલ અને બટર મા બનતી હોય એટલે કયારેક આપણ ને ભાવતુ હોય તો પણ અવોઇડ કરવુ પડે પણ અહીંયા મેં મટર પનીર ની પંજાબી સ્બજી ઓછા તેલ અને સ્વાદિષ્ટ લાગે તેવી લો કેલરી વાળી સ્બજી ની રેસીપી શેર કરી છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે પનીર માં ખુબજ ગુણકારી તત્વો છે જે શરીર ને બી12 પુરુ પાડવામાં મદદ કરે છે અને લીલા વટાણા મા ભરપુર માત્રા માં ફાઇબર ,વિટામિન હોય છે જે સીસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે sonal hitesh panchal -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પનીર (Tava Paneer Recipe In Gujarati)
આ એક પંજાબી સબ્જી છે અને તે થોડી સ્પાઈસી પણ છે લગ્ન પ્રસંગમાં આ સબ્જી હોય છે #LSR Aarati Rinesh Kakkad -
-
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
આલુ મટર પનીર ટીક્કી (Aloo mutter paneer Tikki recipe in gujarati)
#ફટાફટ બટાકા, વટાણા અને પનીરનો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે. આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર ની જગ્યાએ ચીઝ નો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ વાળી ટીક્કી પણ સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઇન્સ્ટંટ મટર પનીર
#Goldenapron3#વીક 2#મટર,પનીરઆજે મેં હોમમેડ ઇન્સ્ટંટ પંજાબી ગ્રેવી પ્રીમીકસ માંથી ઝટપટ 10મિનિટ માં હોટલ સ્ટાઈલ મટર પનીર નું સાક બનાવ્યું છે. Krupa savla -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KS#post1બધા મટર પનીર કડાઈ અથવા નોનસ્ટીક પાન માં કરતા હોય છે. પરંતુ મેં અહીંયા એકદમ યુનિક સ્ટાઇલ થી કુકર માં બનાવેલ છે અને જો અચાનક કોઈ મેહમાન આવે તો આ રેસિપી એકદમ ફટાફટ બની જાય એવી છે. તો તમે પણ બનાવી ને ટ્રાય કરજો ને કહેજો કેવી લાગી આ અલગ રીત થી બનાવેલ મટર પનીર 😋 Sweetu Gudhka
More Recipes
ટિપ્પણીઓ (2)