કલમી વડા (Kalmi Vada Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#SSR
#cookpad_guj
#cookpadindia
કલમી વડા એ રાજસ્થાન નું પારંપરિક અને પ્રચલિત વ્યંજન છે. કલમી વડા એ ચણા ની દાળ થી બનતા એક જાત ના પકોડા જ છે. આ વડા ને બે વાર તળવા માં આવે છે. બહાર થી કડક અને અંદર થી નરમ એવા આ વડા ચા સાથે સરસ લાગે છે અને વિવિધ ચટણીઓ તથા મરચાં સાથે પણ ખવાય છે.

કલમી વડા (Kalmi Vada Recipe In Gujarati)

#SSR
#cookpad_guj
#cookpadindia
કલમી વડા એ રાજસ્થાન નું પારંપરિક અને પ્રચલિત વ્યંજન છે. કલમી વડા એ ચણા ની દાળ થી બનતા એક જાત ના પકોડા જ છે. આ વડા ને બે વાર તળવા માં આવે છે. બહાર થી કડક અને અંદર થી નરમ એવા આ વડા ચા સાથે સરસ લાગે છે અને વિવિધ ચટણીઓ તથા મરચાં સાથે પણ ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપચણા ની દાળ
  2. 2 નંગ લીલાં મરચાં
  3. 6કળી લસણ
  4. 1 નંગડુંગળી
  5. 2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીઆમચૂર
  9. 1 ચમચીખાંડ
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને 3-4 કલાક પલાડવી. પછી નિતારી લેવી. લીલા મરચાં અને લસણ સાથે આ દાળ ને પાણી વિના કરકરી પીસી લેવી.

  2. 2

    પીસેલી દાળ માં કોથમીર, ડુંગળી અને બાકીનાં મસાલા અને મીઠું ઉમેરી ને ઘટ્ટ ખીરું તૈયાર કરો.

  3. 3

    તેલ ગરમ મૂકી દો. ખીરા ને સરખું ફીણી ને થોડું ખીરું ભીના હાથ માં લઇ ને વડા નો આકાર આપો.

  4. 4

    ગરમ તેલ માં વડા ને,બંને બાજુ થી તળી લો.

  5. 5

    આ વડા ને બે વાર તળાય છે. તમે પહેલી વાર ના વડા પેહલા થી તળી ને રાખી શકો છો. થોડા ઠરે એટલે વડા ને ઉભા અને પાતળી પટ્ટી જેવા કાપી લો. અને ગરમ તેલ માં ફરી આ કાપેલા વડા ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  6. 6

    ગરમ ગરમ, ક્રિસ્પી વડા ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes