કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#CWC
#cookpad_gu
સેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત.

કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)

#CWC
#cookpad_gu
સેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપવહીપિંગ ક્રીમ
  2. 1 ચમચીગરમ પાણી
  3. 1/2 ચમચીઇન્સ્ટન્ટ કોફી
  4. 1/4 કપમીઠું કંડેનસ્ડ મિલ્ક
  5. 16-18કોઈ પણ ક્રીમ વગર ની ચોકલેટ બિસ્કિટ
  6. ચોકલેટ વેર્મિસેલી સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાટકી માં ગરમ પાણી લઇ એમાં કોફી પાઉડર ઉમેરો. બરાબર હલાવી લો.

  2. 2

    એક બોલ માં વહીપિંગ ક્રીમ લ્યો. એને સોફ્ટ પીક સુધી બીટ કરી લો. હવે કંડેનસ્ડ મિલ્ક ઉમેરી સ્ટીફ પીક સુધી બીટ કરી લો.

  3. 3

    ચોથા ભાગ નું વહીપપેડ ક્રીમ નું મિક્સર એક બોલ માં કાઢી બીજું બધું ફ્રીઝ માં મૂકી દો.

  4. 4

    એ ચોથા ભાગ નાં મિક્સર માં કોફી વાળું મિશ્રણ ઉમેરી ફરી મિક્સ તગાય એટલું બીટ કરી લો. કોફી વાળું વહીપપેડ ક્રીમ રેડી છે. એને પણ ફ્રીઝ માં મૂકી દો.

  5. 5

    ચોકલેટ બિસ્કિટ ને મિક્સર માં લઇ ફાઈન પીસી લો.

  6. 6

    સર્વિન્ગ જાર માં બિસ્કિટ નું લેયર કરો. એના ઉપર સાદા ક્રીમ નું લેયર કરો. ફરી બિસ્કિટ નું લેયર કરો. ન ફરી સાદા વહીપપેડ ક્રીમ નું લેયર કરો. ઉપર કોફી વાળા ક્રીમ નું લાયર કરી ચોકલેટ વેર્મિસેલી થી સજાવી 3-4 કલાક ફ્રીઝ માં સેટ કરો.

  7. 7

    ઠંડુ ઠંડુ કોફી સેરાડ્યુરા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Let's Cook 🍴
Let's Cook 🍴 @Hanieh__asa
आपके लिए बहुत अच्छा काम

Similar Recipes