પાલક કોથમીર નો સૂપ (Spinach Coriander Soup Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1જુડી પાલક
  2. 1જુડી કોથમીર
  3. 2 ચમચીબટર
  4. 1તમાલપત્ર,2 લવિંગ
  5. 1ડુંગળી
  6. 2 ચમચીઆદુ,મરચા,લસણ બારીક સમારેલા
  7. 2 ચમચીઘઉં નો લોટ
  8. 1 ગ્લાસદૂધ
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2 ચમચીફ્રેશ ક્રીમ /મલાઈ
  12. 2 ચમચીલસણ,મરચું પાઉડર વાળુ ગરમ તેલ (ગાર્નિશ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક અને કોથમીર ને ધોઈ ને સાફ કરી ગરમ પાણી માં બોઈલ કરી,તેમાંથી કાઢી ને તરત જ ઠંડા પાણી માં પલાળી દો.પછી નિતારી લેવી.

  2. 2

    હવે પેન માં 1 ચમચી બટર ગરમ કરી લવિંગ,તમાલપત્ર ઉમેરી,સમારેલા ડુંગળી,આદુ,મરચું અને લસણ ઉમેરી સાંતળી લેવા.તેમાં બોઈલ કરેલા પાલક,કોથમીર ઉમેરી 2 મિનિટ સાંતળી ઉતારી લો.

  3. 3

    હવે મિશ્રણ ઠંડુ થાય એટલે (તમાલપત્ર કાઢી લેવું)મિક્સર માં તેની પ્યુરી બનાવવી.ફરી એ જ પેન માં 1 ચમચી બટર ગરમ થાય એટલે ઘઉં નો લોટ શેકી તેમાં દૂધ ઉમેરી હલાવતા રહેવું.

  4. 4

    થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરવી.હવે પેલું ત્મલ પત્ર,મરી પાઉડર,મીઠું ઉમેરી 2 મિનિટ પછી ઉતારી લેવું.

  5. 5

    તૈયાર છે પાલક કોથમીર નો સૂપ.તેને સર્વ કરતી વખતે ફ્રેશ ક્રીમ અને લસણ, મરચું પાઉડર વાળા ગરમ તેલ થી ગાર્નિશ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes