બાસુંદી (Basundi Recipe In Gujarati)

#mr
Post 1
બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે.
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mr
Post 1
બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક વાસણ ને પાણી થી ધોઈ તેમાં દૂધ ગરમ કરવા મૂકો.અને તવેથા થી હલાવતા રહો.કેસર દૂધ માં પલાળી ને રાખો.સાકર અલગ રાખો
- 2
દૂધ ઊકળવા લાગે એટલે એક લીટર માં આઠ ટી સ્પૂન એટલે એક વાટકી જેવું માપ થાય.એ રીતે બે વાટકી એટલે કે સોળ ટી સ્પૂન સાકર ઉમેરો..તમે ખાંડ પણ નાખી શકો છો.પણ સાકર ખાંડ કરતાં વધારે સારી એટલે હું સાકર વાપરું છું.હવે હલાવતા રહો.
- 3
ખુબ ઉકળી અને ધટ્ટ થવા લાગે એટલે વાસણ માં આજુ બાજુ ચોંટેલી મલાઈ ઉખેળી ને દૂધ માં ઉમેરો.આને પલાળી ને રાખેલું કેસર ઉમેરી દો.ઇલાયચી પાઉડર અને બદામ સમારેલી ઉમેરી દો.
- 4
હવે બધું ઉકળી ને ધટ્ટ થાય એટલે ઉપર મલાઈ જમવા લાગશે એટલે ગેસ પરથી ઉતારી લો.
- 5
બાસુંદી ને ઠંડા પાણી નાં વાસણ માં ઠારી ને ફ્રીઝ માં ઠંડી કરવા મૂકી દો.
- 6
આ બાસુંદી ફરાળ માં પણ બનાવી શકાય છે.અને મિષ્ટાન તરીકે પણ બનાવી શકાય છે તેને પૂરી થેપલાં સાથે સર્વ કરવામાં આવે છે અને સ્વાદમાં પણ એકદમ બહાર જેવી જ લાજવાબ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી ખાસ કરી ને હોળી નાં તહેવાર માં બનાવવા માં આવે છે.આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
રોઝ બાસુંદી (Rose Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી એ દૂધ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે મિષ્ઠાન તરીકે બનાવાય છે .ઘરે આસાની થી બની જાય છે. Varsha Dave -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
#Week2માવા વગર ની બહાર જેવી કેસર બાસુંદી, એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બહાર જેવી બાસુંદી. બનાવવા માં પણ સૌથી સરળ જટપટ બને એવી. Mansi Unadkat -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
સીતાફળ બાસુંદી
#ChooseToCook my favourite recipe મને રસોઈ બનાવવાનો શોખ છે.સાથે નવી નવી વાનગી ઓ બનાવી જમવાનો અને બીજા ને જમાડવાનો પણ બહુ શોખ છે.કહેવત છે ને કે 'જે ખાઈ શકે એજ ખવડાવી શકે' .રોજિંદી રસોઈ માં પણ કંઇક નવું ક્રીએસંન કરી બનાવવું ગમે.😊અહીંયા હું સીતાફળ બાસુંદી ની રેસીપી શેયર કરું છું જે હું ઘરે જ બનાવું છું.અમારા ઘરે સીતાફળ ની સીઝન માં એક બે વાર તો જરૂર બને જ.આ બાસુંદી અમારા ઘર માં મને અને બધાને ભાવતી વાનગી છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
બાસુંદી
#ઉપવાસફરાળી ચેલેન્જ બાસુંદી એ દૂધ માંથી બને છે એટલે એ ઉપવાસ માં તો ચાલે છે પણ જયારે કોઈ ગેસ્ટ આપ ના ઘરે જમવા આવે અને અતિયાર ના ટાઈમ માં જો બારે થી કઈ સ્વીટ લેવા નું મન ન થતું હોય તો તમે બજાર જેવી જ બાસુંદી ઘરે પણ બનાવી શકો છોJagruti Vishal
-
બાંસુદી (Basundi Recipe In Gujarati)
#RB1મનભાવન બાસુંદી બધા ને ઘરે વારે- તહેવારે બનતી જ હોય છે પણ અમારા ઘરે બાસુંદી બધા ની અતિપ્રિય છે એટલે વારે ઘડીએ બનાવાનું મન થાય છે.આ રેસીપી હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરું છું કારણકે બાસુંદી એમની ફેવરેટ છે. Bina Samir Telivala -
કેસર બદામ આઇસ્ક્રીમ (Kesar Badam Icecream Recipe In Gujarati)
#RB1Week 1માય રેસીપી બુક આઇસ્ક્રીમ નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય.અહીંયા ને કેસર બદામ નો આઇસ્ક્રીમ બનાવ્યો છે. Varsha Dave -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole -
-
કેસર બાસુંદી(Kesar basundi recipe in gujarati)
ગરમી ની ધીરે ધીરે શરૂઆત થય રહિ છે ત્યારે ઠન્ડિ વસ્તુ ખુબ જ ભાવે છે.એમા પણ જો બાસુંદી મળી જાય તો ખુબ જ મઝા આવી જાય.આજે અહિ મે કાંદોઇ સ્ટાઇલ મા કેસર બાસુંદી બનાવી છે.જે ખુબ જ મસ્ત અને ટેસ્ટી બની છે. Sapana Kanani -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
પેંડા ની બાસુંદી (Peda Basundi Recipe In Gujarati)
#MBR3ઘણીવાર દિવાળી માં પેંડા ના 2-3 બોક્સ એક સાથે આવી જાય છે અને ખબર નથી પડતી કે કેવી રીતે આ પેંડા પુરા કરવા. તો આજે થયું કે ઘર માં બધાને બાસુંદી બહુજ ભાવે છે તો ,પેંડા ને દૂધ માં ઉકાળી ને બાસુંદી બનાવવી જ લેવી. પેંડા નો સદઉપયોગ પણ થશે અને હવે પછી પેંડા ના બૉક્સ કોઈ ને નજર માં પણ નહીં આવે.😃😃 Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ બાસુંદી
#ઇબુક#day7હેલો ફ્રેંડ્સ બાસુંદી એ ઘર ના દરેક સભ્યો ને પસંદ હોઈ છે. પણ તેને બનાવા ની પ્રોસેસ લાંબી હોવાના લીધે આપડે ઘણી વાર બહાર થી લઇ ને ખાતા હોઈએ છે. પણ આજે હું તમને ઇન્સ્ટન્ટ બાસુંદી ની રીત શીખવાડીશ જેથી તમે 10 જ મિનિટ માં બહાર જેવી બાસુંદી ઘરે તૈયાર થઇ જશે... Juhi Maurya -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
મે મારા પપ્પા માટે તરત જ બની જાય તેવી બાસુંદી બનાવી છે. પપ્પા ને બાસુંદી બહુ ભાવે છે. POOJA kathiriya -
-
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપી#વીકમિલ૨દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે. Kunti Naik -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
સ્ટ્રોબેરી બાસુંદી (Strawberry Basundi Recipe in Gujarati)
બાસુંદી અલગ અલગ પ્રકારની બનતી હોય છે અહીં મેં સ્ટ્રોબેરી બાસુંદી બનાવી છે.જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ મા સ્ટ્રોબેરી સારી આવતી હોય છે. Chhatbarshweta -
ડ્રાયફ્રુટસ સલાડ (Dryfruits Salad Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ વાનગી રબડી જેવી બને છે અને શિયાળા માં તંદુરસ્તી માટે ઉતમ છે.ઉત્સવ માં બનવી શકાય છે. Varsha Dave -
હોમ મેડ મસ્કો શ્રી ખંડ
ઉનાળા ની સીઝન માં શ્રીખંડ નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય છે.પણ બહાર મળતા શ્રી ખાંડ માં ભેળ સેળ હોય છે.તો આપણે ઘરે બહાર થી પણ સારો અને હેલ્ધી શ્રી ખંડ બનાવી શકીએ છીએ.એક વાર આ રીતે ઘરે બનાવશો તો બીજી વાર બહાર નો શ્રીખંડ ખાવાનું મન જ નહિ થાય. Varsha Dave -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (6)