ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રીન પેસ્ટ બનાવવા માટે
  2. ૨૫૦ ગ્રામ પાલકની ભાજી
  3. ૭૫ ગ્રામ લીલા ધાણા
  4. ૫-૬ નંગ લીલા મરચા
  5. ૫૦ ગ્રામ લીલું લસણ
  6. ભાજી બનાવવા માટે
  7. ૨૦૦ ગ્રામ ફ્લાવર
  8. ૨ નંગબટાકા
  9. ૨ નંગમોટી ડુંગળી ઝીણી સુધારેલી
  10. ૨ નંગઝીણા સમારેલા ટામેટા
  11. ૧ નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  12. ૧ કપલીલા વટાણા
  13. ૫-૬ નંગ લીલી ડુંગળી નો લીલો ભાગ
  14. ૫-૬ નંગ લીલી ડુંગળી નો સફેદ ભાગ
  15. ૧/૪ કપલીલા ધાણા
  16. ૪ ચમચીતેલ
  17. ૨ ચમચીબટર
  18. ૧/૨ ચમચીલાલ મરચું
  19. ૧ ચમચીપાવભાજી મસાલા
  20. ૧/૨ ચમચીધાણાજીરું
  21. લીંબુનો રસ
  22. પાઉ શેકવા માટે
  23. ૧૨ નંગ લાદી પાઉ
  24. તેલ જરૂર મુજબ
  25. બટર જરૂર મુજબ
  26. પાવભાજી મસાલો જરૂર મુજબ
  27. લીલા ધાણા જરૂર મુજબ
  28. સર્વ કરવા માટે
  29. શેકેલા પાવ જરૂર મુજબ
  30. લીલુ લસણની જરૂર મુજબ
  31. બટર જરૂર મુજબ
  32. ટામેટા ડુંગળીનું સલાડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફ્લાવર અને બટાકાને ધોઈને સમારી લો. તેને કુકરમાં જરૂરી પાણી ઉમેરી બાફી લો. કુકર ઠંડુ પડે એટલે તેને મેશ કરી લો.

  2. 2

    એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ચપટી મીઠું ઉમેરી પાલકની ભાજી ને સાત- આઠ મિનિટ માટે બાફી લો.ત્યારબાદ તેને તરત ઠંડા પાણીમાં ઉમેરી દો.

  3. 3

    આ જ પાણીમાં 1/2 ચમચી ખાંડ ઉમેરી વટાણા ને પણ બ્લાન્ચ કરી લો.

  4. 4

    હવે ગ્રીન પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં બ્લાન્ચ કરેલી પાલક, લીલા ધાણા, લીલા મરચા તેમજ લીલું લસણ ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.

  5. 5

    એક પેનમાં તેલ તેમજ બટર ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી તેમજ લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી તેને સાંતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ ઉમેરી તેને પણ સાંતળી લો.

  6. 6

    હવે તેમાં ટામેટા ઉમેરી, ટામેટા ચઢી જાય એટલે ધાણાજીરું, લાલ મરચું અને પાવભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેલ છૂટું પડે એટલે લીલા વટાણા તેમજ લીલી ડુંગળી નો લીલો ભાગ ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર ચડવા દો.

  7. 7

    તેમાં મેશ કરેલું ફ્લાવર અને બટાકાનું મિશ્રણ ઉમેરી, મિક્સ કરી બનાવેલી ગ્રીન પેસ્ટ,જરૂર મુજબ પાણી ઉમેરી, મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરો.તમારી જરૂરિયાત પ્રમાણે પાવભાજી ની consistency સેટ કરો બરાબર ઉકળી જાય એટલે તેમાં લીલા ધાણા તેમજ બટર ઉમેરી મિક્સ કરી સર્વ કરો.

  8. 8
  9. 9

    પાઉ શેકવા માટે એક પેનમાં તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં થોડો પાવભાજી મસાલો તેમજ લીલા ધાણા ઉમેરી મિક્સ કરી પાવ ને બંને બાજુ શેકી લો.બનાવેલી ગ્રીન પાવભાજીને સર્વ કરો.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes