શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપાલક
  2. 400 ગ્રામચોખાનો લોટ
  3. 1 કપમેંદો
  4. 50 ગ્રામબટર
  5. 1ક્યૂબ ચીઝ
  6. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 2 ચમચીતલ
  8. 1 ચમચીઅજમો
  9. 1/4 ચમચીહિંગ
  10. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પાલક ની ભાજી ને સાફ કરી ધોઈ ને ગરમ ઠંડા પાણી માં બ્લાંચ કરી લેવી.પછી પાણી નિતારી મિક્સર જાર માં પ્યુરી બનાવી લેવી.

  2. 2

    બંને લોટ ને ચાળી ને બધા સૂકા ઘટકો અને આદુ મરચા ને પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું.પછી પીગળેલું બટર અને ચીઝ ખમણી ને ઉમેરી દો.

  3. 3

    હવે તૈયાર કરેલી પાલક પ્યુરી ઉમેરવી. પાણી ની જરૂર પડે તો લઇ ને મીડિયમ લોટ બાંધવો..મે 1 કપ પાણી લીધું છે.ચકરી ના સંચા ને તેલ થી ગ્રીસ કરી લોટ ભરી લેવો. તેમાંથી બધી ચકરી પાડી લો.

  4. 4

    હવે તેલ ગરમ થાય એટલે તવીથા ની મદદ થી ચકરી ઉપાડી તેલ માં નાખવી. ચકરી ને મધ્યમ તાપે ફીણ ઓછા થાય ત્યાં સુધી તળી લો.1 વખત ઘાણ ને 7-8 મિનિટ લાગે છે.

  5. 5

    તૈયાર છે હેલ્ધી, ક્રિસ્પી પાલક બટર ચકરી. ઠંડી થાય એટલે તેને એર ટાઈટ ડબ્બા માં ભરી લેવી.15 દિવસ સુધી સારી રહે છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes