બીટરુટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#MBR8
#Week8
Post 1
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#homemade
#homechef
#yumm
#tasty
આ બીટ રૂટ પુલાવની ખાસિયત એ છે કે તમે બીટના રસનું પ્રમાણ જેટલું રાખશો એ પ્રમાણે કલર ઘાટો બનતો જશે . મેં અહીં લાઈટ પિન્ક કલર બનાવ્યો છે. જો વધુ રસ ઉમેરશો તો કલર વધુ ડાર્ક બનશે. તેમજ આ પુલાવમાં કોઈ મસાલા નાખવાના હોતા નથી લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો કે હળદર કાંઈ જ ન નાખવું નહીં, નહિ તો તેનો કલર ચેન્જ થઈ જશે.

બીટરુટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)

#MBR8
#Week8
Post 1
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#homemade
#homechef
#yumm
#tasty
આ બીટ રૂટ પુલાવની ખાસિયત એ છે કે તમે બીટના રસનું પ્રમાણ જેટલું રાખશો એ પ્રમાણે કલર ઘાટો બનતો જશે . મેં અહીં લાઈટ પિન્ક કલર બનાવ્યો છે. જો વધુ રસ ઉમેરશો તો કલર વધુ ડાર્ક બનશે. તેમજ આ પુલાવમાં કોઈ મસાલા નાખવાના હોતા નથી લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો કે હળદર કાંઈ જ ન નાખવું નહીં, નહિ તો તેનો કલર ચેન્જ થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧ ટેબલસ્પૂનઘી
  3. ૧ ટીસ્પૂનઘી,લીલુ લસણ સાંતળવા
  4. ૧ ટીસ્પૂનજીરુ
  5. તમાલપત્ર
  6. લવિંગ
  7. તજના ટૂકડા
  8. લીલુ મરચું
  9. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલ ગ્રીન કેપ્સીકમ
  10. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલ લીલુ લસણ
  11. નાનુ બીટ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  14. ➡️ પીંક બીટ રાયતુ
  15. ૧/૪ કપદહીં મસ્કો
  16. ૧ ટીસ્પૂનબીટનો રસ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. ૧/૨ ટીસ્પૂનજીરુ પાઉડર
  19. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈ અને દસ મિનિટ માટે પલાળી રાખવા. એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ચોખા નાખો અને કુક કરો. 1/2 કુક કરવા. ત્યારબાદ ચારણામાં કાઢી બધું જ પાણી નિતારી લેવું. ઠંડા પડવા દેવા.

  2. 2

    હવે એક બીટ ને ધોઈ અને છીણી લો. ત્યારબાદ આ છીણને એક કાપડ માં મૂકી પોટલી વાળી તેનો રસ કાઢી લો. એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, લવિંગ, તજ, તમાલપત્ર, નાખો અને ક્રેક કરો.લીલા મરચાના ટુકડા સાંતળી લો.

  3. 3

    હવે તેમાં કેપ્સીકમ સાંતળી લો. ત્રણ ચમચી બીટનો રસ એડ કરો. મરી પાઉડર એડ કરો. બધું બરાબર મિક્સ કરી અને તેમાં કુક કરેલા ચોખા નાખો.

  4. 4

    ધીમે રહીને મિક્સ કરવું જેથી ચોખા આખા જ રહે. હવે એક વઘારીયામાં ઘી ગરમ કરો. તેમાં લીલું લસણ નાખી અને સાંતળી લો અને આ સાતળેલું લસણ પુલાવમાં નાખી ફરીથી મિક્સ કરો. ત્રણથી ચાર મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર રાખો. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે બીટ રૂટ નો પીંક પુલાવ. પુલાવ ની મજા માણો પિંક રાયતા સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes