સંભારીયા ખીચડી (Sambhariya Khichdi Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. સંભાર મસાલો:
  2. ૧/૨ કપક્રશ લીલી તુવેરના દાણા
  3. ૨ ચમચીલીલું લસણ
  4. ૨ ચમચીકોથમીર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૪ નંગનાના લીલાં રીંગણ
  11. ૨ નંગ નાના કાંદા
  12. ૨ નંગ બટાકા
  13. ૧/૨ કપલીલી મગની દાળ
  14. ૧/૨ કપચોખા
  15. ૨ ચમચીતેલ
  16. ૧ ચમચીરાઈ, જીરું
  17. ૧ ચમચીખીચડી નો મસાલો
  18. ૧/૨ ચમચીહિંગ
  19. ૨ નંગ સૂકા લાલ મરચાં
  20. ૨ નંગ તમાલપત્ર
  21. ૨ નંગ મરી
  22. ૧ ચમચીલાલ મરચું
  23. ૧/૨ ચમચીહળદર
  24. મીઠું સ્વાદાનુસાર
  25. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દરેક શાકને સાફ કરી રવૈયા જેવા કાપી લો. એક બાઉલમાં સંભાર મસાલા ના ઘટકો નાખી મિક્સ કરો. દરેક શાકને મસાલા વડે ભરી લો.

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી વઘાર કરો. 1/2 કલાક પલાળેલા દાળ અને ચોખા ઉમેરો. બધા મસાલા નાખી મિક્સ કરો. ઉપર ભરેલા શાક મૂકો.

  3. 3

    જરૂરી મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરો. કુકરની બે સીટી કરી બાફી લો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes