દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય.

દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ

#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ● દાલ ફ્રાય તડકા બનાવવા માટે :
  2. 1બાઉલ તુવેર દાળ
  3. 1/2બાઉલ ચણા દાળ
  4. 1/4બાઉલ મગ દાળ
  5. 3બાઉલ પાણી
  6. 1 ચમચીતેલ
  7. 1/4 ચમચીહળદર
  8. ઉપરોક્ત દાળને પાણીથી ધોઈ, કુકર મા તેલ અને હળદર નાખી, 3-4 વહીસલ વગાડી બાફી લેવી
  9. 2 ચમચીઘી
  10. 1-2તજ પતા
  11. 1તજનો ટુકડો
  12. 1લાલ સૂકું મરચું
  13. 1 ચમચીજીરૂ
  14. 1 ચમચીમરચું પાવડર
  15. 1 ચમચીધાણાજીરું પાવડર
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1/4 ચમચીહળદર
  18. 1/2 ચમચીઆમચૂર પાવડર
  19. સ્વાદ અનુસારનમક
  20. 2ઝીણી સમારેલી ડુંગળી
  21. 2ઝીણા સમારેલા ટામેટા
  22. 2 ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  23. ●જીરા રાઈસ બનાવવા માટે:
  24. 1બાઉલ બાસમતી ચોખા
  25. 2બાઉલ પાણી
  26. 1 ચમચીઘી
  27. 1-1.5 ચમચીજીરૂ
  28. સ્વાદ અનુસારનમક
  29. ●સજાવટ માટે:
  30. સ્લાઈસ કરેલી ડુંગળી
  31. સુધારેલી કોથમીર (optional)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકરમાં દાળ, તેલ તેમજ હળદરનો ઉમેરી ત્રણથી ચાર વહીસલ વગાડી, બાફીને અલગ રાખવી.

  2. 2

    હવે એક કડાઈમાં ઘી/તેલ મૂકી, તજ પતા તજનો ટુકડો તેમજ જીરુ મૂકી, ડુંગળી તેમજ આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો, ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઉપરોક્ત દરેક મસાલા ઉમેરીને જરૂરિયાત મુજબ નિમક ઉમેરો, બરાબર મિક્સ કરી હલાવી લો.

  3. 3

    ઘી છુટુ પડે એટલે તેમાં અગાઉથી બાફેલી દાળ ઉમેરી 5-6 મિનિટ ઉકાળો. ત્યારબાદ ફરીથી નાની કડાઈમાં ઘી/તેલ મૂકી, લાલ સૂકું મરચું ઉમેરી લસણ વડે વઘાર કરી લેવો જે તડકો કહેવાય.આ તડકો તૈયાર થયેલી દાળમાં ઉમેરો. તો તૈયાર છે દાલ ફ્રાય તડકા.....

  4. 4

    ● જીરા રાઈસ બનાવવા માટે 2-3 વાર પાણીથી બાસમતી ચોખાને ધોઈ, 10 મિનિટ પલાળી રાખો. કુકરમાં ઘી મૂકી અને જીરું ઉમેરી, ચોખા ઉમેરો. જરૂરિયાત મુજબ પાણી તેમજ નીમક ઉમેરી કુકર બંધ કરી 1-2 વહીસલ વગાડો.તો તૈયાર છે જીરા રાઈસ.....

  5. 5

    આ તૈયાર થયેલ જીરા રાઈસ ને ગરમાગરમ દાલ ફ્રાય તડકા અને ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરો.તો તૈયાર છે સ્વાદિષ્ટ ડીનર : 'દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ'..... ● નોંધ : ઘણી વખત બાળકો ને એક જ પ્રકારની દાળ ભાવતી ના હોય ત્યારે બધી જ દાળને મિક્સ કરી આ રીતે દાલ ફ્રાય તડકા બનાવી તેમને આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes