પિટા બ્રેડ - ફલાફલ સાથે તાહિની સોસ

Pina Shah
Pina Shah @cook_17371279

#નોનઇન્ડિયન
ફલાફ્લ - લેબેનીઝ ફૂડ. એમાં પોકેટ વાડી બ્રેડ માં સોસ, ટીક્કી અને સલાડ ભરી ને ખવાય છે.

પિટા બ્રેડ - ફલાફલ સાથે તાહિની સોસ

#નોનઇન્ડિયન
ફલાફ્લ - લેબેનીઝ ફૂડ. એમાં પોકેટ વાડી બ્રેડ માં સોસ, ટીક્કી અને સલાડ ભરી ને ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. સોસ બનાવા
  2. 1 ચમચીતલ શેકેલા
  3. 1 ચમચીદહીં
  4. 2 ચમચીમાયોનિઝ
  5. 1 ચમચીઓલિવ ઓઇલ
  6. 1 ચમચીમેથી ના કુરિયા
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1/2 ચમચીલીંબુ નો રસ
  9. 1 ચમચીલસણ પેસ્ટ
  10. 1 ચમચીશેકેલું જીરું
  11. મીઠું
  12. ટીક્કી બનવા
  13. 1 કપછોલે (12 કલાક પલાળેલા)
  14. 1/2 કપસફેદ ડુંગળી ઝીણી સમાંરેલ
  15. 1/4 કપલિલી ડુંગળી ઝીણી સમાંરેલ
  16. 1/2 ચમચીલસણ સમાંરેલું
  17. 1/4 ચમચીલીલું લસણ ઝીણું સમાંરેલું
  18. 1/2 કપધાણા ચોપડ ઝીના સમારેલા
  19. 1 ચમચીફુદીનો સમારેલો
  20. 1 ચમચીગરમ મસાલો
  21. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  22. 1 ચમચીલીલા મરચા ઝીણા સમારેલ
  23. મીઠું
  24. 1 ચમચીમરી પાઉડર
  25. બ્રેડ ક્રમસ
  26. પીટા બ્રેડ બનવા
  27. 300 ગ્રામમેંદો
  28. 100 ગ્રામઘઉં નો લોટ
  29. 1 ચમચીખાંડ
  30. 1/2 ચમચીદ્રાય યીસ્ટ
  31. મીઠું
  32. 1 કપહુંફાળું પાણી
  33. સલાડ
  34. 1ડુંગળી પાતળી ઉભી સામારેલી
  35. 1કેપ્સિકમ પાતળું ઉભું સમરેલું
  36. 1 કપકોબીચ પાતળી ઉભી સમારેલી
  37. ચાટ મસાલો
  38. 1 કપચીઝ છીણેલી
  39. 1 કપટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પીટા બ્રેડ નો લોટ બાંધો. એક બાઉલ માં 1 કપ હુંફાળું પાણી લો. એમાં યીસ્ટ, ખાંડ અને મીઠું નાખી 10 મિનિટ રેવા દો. ત્યારબાદ 1 મોટા બાઉલ માં મેદો અને ઘઉં નો લોટ લો. 2 ચમચી ઓલિવ ઓઇલ નાખો. યીસ્ટ વાળું પાણી નાખી લોટ બાંધી લો. ફરી એક ચમચી તેલ નાખી લોટ ઢાકી ને 2 કલાક રેવા દો.

  2. 2

    હવે તાહીની સોસ બસનવી લઈએ. એક બાઉલ માં 1 ચમચી શેકી ને ક્રશ કરેલા તલ લો. એમા દહીં માયોનિઝ, જીરું, મેથી ના કુરિયા, લસણ ની પેસ્ટ, ઓલિવ ઓઇલ, લીંબુ નો રસ, મરી પાઉડર ઉમેરી હલાવી લો. સોસ તૈયાર છે.

  3. 3

    ટીક્કી બનાવીએ. 1 કપ છોલે 12 કલાક પલાળી ક્રશ કરી લો. એમાં લિલી અને સફેદ ડુંગળી, લીલું અને સફેદ લસણ, ધાણા, ફુદીનો, ગરમ મસાલો, જીરું પાઉડર, મીઠું, લીલા મરચા, જરૂર મુજબ બ્રેડ ક્રમસ નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે મિશ્રણ ની નાની ટીક્કી વાળી 15 થી 20 મિનિટ ફ્રીઝ માં મુકો. ત્યારબાદ બાર કાડી બ્રેડ ક્રમસ માં રગદોળી મીડીયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ટીસ્યુ પેપર પર મૂકી વધારા નું તેલ નીકળી જવાદો.

  5. 5

    પીટા બ્રેડ બનવા. લોટ ને મસળી લુઆ બનાવી લો. થોડો લોટ લઈ નાની જાડી રોટલી વની લો. લોડી પર શેકો. ધીમા તાપે. બંને બાજુ. રોટલી ફુલસે. ગેસ પર થી ઉતારી વચ્ચે થઈ કાપી પોકેટ બનાવો

  6. 6

    સલાડ બનવા. ઉભી સમરેલ ડુંગળી, કોબીચ, કેપ્સિકમ ૧ મિનિટ સાતળી ચાટ મસાલો, લીંબુ નાખો

  7. 7

    હવે પીટા બ્રેડ માં તાહીની સોસ લગાવો. ટીક્કી મુકો. સલાડ ભરો. ચીઝ અને સોસ લગાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes