ફલાફલ રેપ. :::  લેબેનીસ વેજી રેપ :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#નોનઇન્ડિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફલાફલ :: ૨ કપ પલાળેલા છોલે
  2. ૧ કપ સમારેલા કાંદા
  3. ૨ ચમચી વાટેલું લસણ
  4. અડધા લીંબુ નો રસ
  5. કોથમીર
  6. ૧ચમચી જીરૂ પાવડર
  7. ૧ ચમચી લાલ મરચુ
  8. ૧ ચમચી ધાણાજીરૂ
  9. ૧/૨ ચમચી મરી પાવડર
  10. મીઠું
  11. ૨ ચપટી સોડા બાંય કાર્બ
  12. ૨ ચમચા ચોખા નો લોટ
  13. સલાડ ::: કોબીજ
  14. ગાજર
  15. સિમલા મરચા
  16. કેચપ
  17. મેયોનીઝ
  18. પેરી પેરી મસાલો
  19. રેપ માટે :: ૧કપ ઘઉ નો લોટ
  20. ૧ કપ મેંદો
  21. મીઠુ
  22. મોણ માટે ૧ ચમચો તેલ
  23. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક થાળીમાં ઘઉ નો લોટ અને મેંદો લઇ તેમાં મીઠુ,તેલ નું મોણ નાંખી પાણી થી લોટ બાંધવો.લોટને કપડા થી ઢાંકી આરામ આપવો.

  2. 2

    ગ્રાઈનડર મા છોલે,કાંદા,લસણ,લીંબુ નો રસ,કોથમીર,જીરાપાવડર,લાલમરચુ,ધાણાજીરુ,મરી પાવડર,મીઠુ,સોડા બાંય કાર્બ નાંખી ગ્રાઇનડ કરવું.

  3. 3

    તૈયાર મિક્ષચર ને વાડકા મા કાઢી ચોખા નો લોટ નાંખી બરાબર મિકસ કરી ફોટામાં બતાવ્યા પ્રમાણે ફલાફલ વાળીને તૈયાર કરવા.એક વાડકામાં તેલ ગરમ કરી તેમાં ફલાફલ સોનેરી તળી લેવા.

  4. 4

    બાજુમાં મૂકેલા લોટ ના લૂઆ કરી ફોટામાં બતાવ્યા મુજબ બે પડવાળી રોટલી વણવી.

  5. 5

    રોટલી ને બે બાજુથી તેલ મા શેકી લેવી.

  6. 6

    એક ડીશમા રોટલી મૂકી તેના પર કેચપ લગાડી સલાડ મૂકવી,પછી ફલાફલ મૂકી,મેયોનીઝ લગાડી ફોલડ કરવું

  7. 7

    સર્વ કરવા માટે તૈયાર છે ફલાફલ રેપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes