તીખો છુંદો-મેથમ્બો (Tikho Chhundo-Methambo Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#કૈરી
#અથાણું_૧.
ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું આગમન થાય. આને આખા વર્ષના જાતજાતના અથાણાં બંને છે. એમાંથી હું ફક્ત ત્રણ પ્રકારના જ અથાણાં બનાવું છું જે મારા સારા જ બને છે. આજે હું તીખો છુંદો-મેથમ્બોની રીત લ‌ઈને આવી છું. આખા વર્ષ માટે બનાવવાનો એટલે સામગ્રીના માપ પ્રમાણે બનતા પણ સમય લાગે છે.આ તીખો છુંદો-મેથમ્બો બનાવવા માટે મેં છીણના વજન જેટલી જ ખાંડ લીધી છે. આ છુંદો થેપલાં અને ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે.

તીખો છુંદો-મેથમ્બો (Tikho Chhundo-Methambo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#કૈરી
#અથાણું_૧.
ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું આગમન થાય. આને આખા વર્ષના જાતજાતના અથાણાં બંને છે. એમાંથી હું ફક્ત ત્રણ પ્રકારના જ અથાણાં બનાવું છું જે મારા સારા જ બને છે. આજે હું તીખો છુંદો-મેથમ્બોની રીત લ‌ઈને આવી છું. આખા વર્ષ માટે બનાવવાનો એટલે સામગ્રીના માપ પ્રમાણે બનતા પણ સમય લાગે છે.આ તીખો છુંદો-મેથમ્બો બનાવવા માટે મેં છીણના વજન જેટલી જ ખાંડ લીધી છે. આ છુંદો થેપલાં અને ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક+40 મિનિટ
  1. 1+1/2 કિ.ગ્રા. તોતાપુરી કેરીની મોટી છીણ
  2. 1તોતાપુરી કેરીની કટકી
  3. 1+1/2 કિ.ગ્રા. ખાંડ
  4. વઘાર માટે
  5. 10લવિંગ
  6. 2 ટુકડાતજ
  7. 1 ચમચીજીરૂ
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીમેથી દાણા
  10. 3આખા લાલ મરચાં
  11. 5-7 ચમચીતેલ
  12. મસાલા માટે
  13. 2 ચમચીલાલ મરચું પાવડર
  14. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક+40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તોતાપુરી કેરી ધોઈને છાલ ઉતારી મોટી છીણી વડે છીણી લ‌ઈ વજન કરવું. એટલા જ પ્રમાણમાં ખાંડ લેવી.

  2. 2

    વઘાર માટેની સામગ્રી ભેગી કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથી દાણા,તજ, લવિંગ અને આખા લાલ મરચાં ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ કેરીની કટકી ઉમેરો અને બરાબર મિક્સ કરી 10 થી 15 મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે કેરીની છીણ ઉમેરી બરાબર મિકસ કરી હલાવતા રહો. 10 થી 15 મિનિટ સુધી થવા દો.

  5. 5

    હવે ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી હલાવતા રહો.

  6. 6

    મધ્યમ તાપે હલાવતા રહો. 1 કલાક બાદ ચાસણીને ડીશમા કાઢી જુઓ આ રીતે ધીમે ધીમે રેલાય એટલે ગેસ બંધ કરી 5 થી 7 મિનિટ સુધી હલાવતા રહો.

  7. 7

    એકદમ ઠંડુ થાય પછી બીજા દિવસે સવારે લાલ મરચું પાવડર મીઠું અને જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને હવાચુસ્ત/એરટાઈટ બરણીમાં ભરી બંધ કરી લો.

  8. 8

    આ રીતે બરણીમાં આખું વર્ષ માટે ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes