ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat

#સ્નેક્સ

ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200ગ્રામ(૧ કપ) ખાંડ
  2. 200ગ્રામ(૧ કપ)માખણ
  3. 200ગ્રામ(૧ કપ) મેંદો
  4. 180ગ્રામ(3/4 કપ) દહીં
  5. 30ગ્રામ(4tbsp) કોકો પાઉડર
  6. 4ગ્રામ(1tsp) બેકિંગ પાઉડર
  7. 7ગ્રામ(1tsp) બેકિંગ સોડા
  8. ગનાશ બનાવવા માટે
  9. 100 ગ્રામક્રીમ
  10. 100 ગ્રામડાર્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

1:30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ખાંડ લો. પછી તેમાં માખણ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેને 3-4 મિનિટ સુધી બીટર થી બીટ કરો. પછી તેમાં દહીં ઉમેરો.

  3. 3

    તેને ફરીથી બીટ કરી તેમાં વેનિલા એસન્સ 1tsp ઉમેરો અને ફરીથી બીટ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમા કોકો પાઉડર ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

  5. 5

    ત્યાર બાદ તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો.

  6. 6

    ત્યારબાદ તેમાં મેંદો ઉમેરો અને બરબાદ રીતે મિક્ષ કરો.

  7. 7

    ત્યારબાદ આ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા મનગમતા મોલ્ડ માં ભરો. તેને પ્રિહિટ કરેલા ઓવન માં 30 મિનિટ સુધી 200 ડિગ્રીએ બેક કરો.

  8. 8

    કેક બની ગયા બાદ તેને ઓવેન માંથી બહાર કાઢી એક કપડાં વડે ઢાંકી દો અને 2 થી 3 કલાક સુધી ઠંડી થવા દો.અને મોલ્ડ માંથી બહાર કાઢો.

  9. 9

    કેક ને ઠંડી થવા દો

  10. 10

    ગનાશ બનાવવા માટે એક પેન માં ક્રીમ લો અને સહેજ જ ગરમ કરો અને તેને ગેસ પરથી ઉતારી લો

  11. 11

    ત્યારબાદ તેમાં ચોકલેટ ના પીસ ઉમેરો અને બરાબર મિક્ષ કરો

  12. 12

    સરસ રીતે મિક્સ કર્યા બાદ તે એકદમ મુલાયમ મિક્સ તૈયાર બનશે

  13. 13

    કેક ને જાળી પર ગોઠવી નીચે ડીશ મુકો અને ગનાશ ને ચમચી વડે કેક પર ધીમે ધીમે રેડો

  14. 14

    આ રીતે કેક ને પુરી ગનાશ વડે સજાવી લો

  15. 15

    ગનાશ જાળી પર થી નીતરી જાય એટલે તેને એક પ્લેટ માં ધીમે થી ડીશ માં ફેરવી લો અને તેને મનપસંદ સામગ્રી થી સજાવો, મે અહીં બદામ ના ટુકડા અને સિલ્વરબોલ થી સજાવી છે અને ચોકલેટ ખમણી ઉપર થી સજાવી છે.આ રીતે મનપસંદ સામગ્રી થી સજાવી લો.

  16. 16

    કેક ને પીસ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

Similar Recipes