તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)

પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.
એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો.
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.
એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તૂરીયાની છાલ ઉતારી ટુકડા કરી લો. તૂરીયા સમારતી વખતે ચાખી લો કારણ કે તૂરીયા કડવા પણ હોય છે. મેં અહીં દેશી તૂરીયા લીધાં છે જે સાઈઝમા નાના હોય છે.
- 2
હવે કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો. એ દરમિયાન કાપેલા તૂરીયામા બધો મસાલો નાખી કૂકરમાં ઉમેરો. 1 કપ પાણી ઉમેરી ઉકાળો આવવા દો.
- 3
હવે બાફેલા પાત્રાના મોટા કટકા કરી ઉમેરો અને ગોળ પણ ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 4
બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 1થી 1+1/2 કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 2 થી 3 સીટી વગાડી લો અને ઠંડુ થાય એટલે સર્વીંગ ડીશમા કાઢી લો.
Top Search in
Similar Recipes
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
પાત્રા
#ગુજરાતી ફરસાણ. બાફેલા પાત્રાના વીટા જે વઘાર કરી તેમજ તળીને પણ બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે રસ સાથે પાત્રા કે ઈદડા હોય છે. આ બાફેલા પાત્રા તમે ફ્રીઝમાં પણ ૮ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. તૂરીયા સાથે બનાવેલ શાક તૂરીયા-પાત્રા ઘણું જ સરસ લાગે છે. Urmi Desai -
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
કડક પાત્રા(Kadak Patra Recipe in Gujarati)
#goldenapron_3 #week_6 #Ginger#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૮પાત્રા બાફેલા, વઘારેલા અને તળેલા એમ ત્રણ પ્રકારના બનાવી શકાય છે. મારાં ઘરમાં તળેલા પાત્રા સૌથી વધારે પસંદ કરે છે એટલે આજે મેં બજારમાં મળતા કડક પાત્રા બનાવ્યા છે. જે પાત્રાના કાચા વીટામાથી બનાવ્યા છે. Urmi Desai -
તુરીયા પાત્રા (Turiya Patra recipe in Gujarati)
આ એકદમ સામાન્ય વસ્તુઓ ને વાપરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી રેસીપી છે. હું પાત્રા ને અલગથી બાફતી નથી એને શાકની સાથે ધીમા તાપે ચડવા દઉં છું. એના લીધે એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ શાક ને રોટલી અથવા રાઈસ સાથે પીરસી શકાય પણ મને તો એમનેમ જ ખાવાનું ખૂબ જ પસંદ છે.#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#post19 spicequeen -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
પાત્રા (Patra)
#સાતમ_આઠમ#superchef3_post3#Monsoonspecialપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનતુ ફરસાણ છે. ગુજરાતમાં પાત્રા ખમણ જેટલું જ લોકપ્રિય ફરસાણ છે. ભાગ્યે જ એવુ કોઈ ગુજરાતી ઘર હશે જેમાં સીઝનમાં પાત્રા ન બનતા હોય. અળવીના પાનમાંથી બનતી આ વાનગીને પત્તરવેલિયા પણ કહેવામાં આવે છે. Sheetal Chovatiya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
દૂધીનો ભૂકો (Doodhino Bhooko Recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ_લોટ#week2#માઇઇબુક #પોસ્ટ૩૦દૂધીનો ભૂકો એ એક વિસરાતી જતી વાનગી છે. જ્યારે પહેલાં ગેસ અને કૂકર ન હતા ત્યારે આ વાનગી વધુ પ્રમાણમાં બનતી. એ આજે મુઠીયાના રુપમાં બંને છે. જે સમય બચાવે છે.આપણા મેમ્બર સોનલબેને કાંદા/ડુંગળી ઉમેરીને લોટારૂની રેસિપી મૂકી હતી. એ જોઈ મને પણ આ વિસરાતી વાનગી બનાવવાની પ્રેરણા મળી. આભાર આપનો.આજે આપણે લોટમાં જોઈતી સામગ્રી ઉમેરી મસાલો નાખી કૂકરમાં કે વરાળથી બાફીને પછી વઘારીને મુઠીયા બનાવીએ છીએ. આ વાનગી હું મારા દાદીમાં પાસે શીખી છું અને આજે મેં મારા બાળકો માટે બનાવી છે.દૂધી ખમણી અલગ અલગ લોટ અને મસાલા ઉમેરી ધીમા તાપે બનતી આ વાનગીને બનતા સમય લાગે છે પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)
#સ્નેકસઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે. Urmi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
વાલનુ વરડુ (Val Vardu Recipe In Gujarati)
વાલનુ શાક ઉનાળામાં કેરી ના રસ સાથે દરેકના ઘરમાં બનતું હોય છે.એ જ વાલનુ વરડુનુ શાક પણ એટલું જ સરસ બને છે જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે.જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે. આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા.પણ એણે પ્રેમથી ખાધા. Urmi Desai -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai -
તુરીયા પાત્રા નું શાક(turiya Patra nu shaak recipe in Gujarati)
#JSR તુરીયા સાથે અળવી નાં પાન નાં પાત્રા ઉમેરી ને બનાવવા માં આવે છે.પાત્રા બનાવતી વખતે મસાલા ચડીયાતા ઉમેરવાંથી એકદમ મસાલેદાર બને છે. આ શાક ખાસ કરી ને દક્ષિણ ગુજરાત માં લગ્ન પ્રસંગે બનતું હોય છે. Bina Mithani -
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)
અળવીના પાનમાંથી બનતા પાત્રા એ ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે પાત્રા બાફીને પછી તેને વધારીને અથવા તો શેલો ફ્રાય કરીને વાપરતા હોઈએ પરંતુ અહીંયા મેં આજે જે રેસીપી શેર કરી છે એમાં કાચા જ પાત્રા તળીને એકદમ ક્રિસ્પી પાત્રા બનાવ્યા છે. આ પાત્રા બારડોલીના ફેમસ પાત્રા જેવા બન્યા છે. ચા કે કોફી સાથે વરસાદ ના મોસમમાં માણવા જેવો આ એક પરફેક્ટ નાસ્તો છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#Winter#Cookpadindia#Cookpadgujaratiઊંધિયું એ એવી વાનગી છે જેનો કઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છુંતમારૂં શું કહેવું છે.?શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે. Urmi Desai -
આલુ ચીઝ ટોસ્ટ (Aalu Cheese Toast recipe in Gujarati)
#આલુબટાકા એ એવી સામગ્રી છે જેના વગર ઘણી વાનગી અધુરી છે. તો આજે હું બટાકાની સેન્ડવીચ રેસીપી લઈને આવી છું જે ગ્રીલ કે ટોસ્ટ બંને રીતે બનાવી શકાય છે. Urmi Desai -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (12)