ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#માઇઇબુક #પોસ્ટ_૧૧
#વિકમીલર

સુખડી/ગોળપાપડી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આજે વળી પાછી આષાઢી બીજ - રથયાત્રા.મારી દિકરીની મનપસંદ છે. દરવખતે હું ફક્ત ઘ‌ંઉના લોટથી જ બનાવું છું. પણ આ વખતે મેં અડધા ભાગના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ નાખી બનાવી છે. જે ખૂબજ સરસ બની છે. જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
  1. 1વાટકો ઘંઉનો લોટ
  2. 1/2વાટકો ઓટ્સ (મિક્સર જારમાં પાઉડર કરી લો)
  3. 1/2વાટકો ઘી
  4. 1/3વાટકો ગોળ
  5. 2 ચમચીદૂધ
  6. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  7. 3 ચમચીડ્રાય ફ્રુટ કતરણ (કાજુ,બદામ, અને પિસ્તા)

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અલગ અલગ વાટકામાં ધંઉનો લોટ, ઓટ્સ પાઉડર, ગોળ અને ડ્રાય ફ્રુટ કતરણ લ‌ઈ લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં ઘંઉનો લોટ ઉમેરી ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી શેકો.

  3. 3

    20 મિનિટ બાદ લોટ શેકાઈ જાય એટલે હલકો થ‌ઈ જશે. તમે તવેતાથી સહેલાઈથી હલાવી શકશો. હવે તેમાં ઓટ્સ પાઉડર ઉમેરીને 10 મિનિટ સુધી શેકો. જરૂર પડે તો 1 થી 2 ચમચી ઘી ઉમેરવું.

  4. 4

    હવે ગેસ પરથી નીચે ઉતારી ગોળ ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. ફરી 2 મિનિટ માટે ગેસ પર મૂકી ધીમે ધીમે હલાવી લો. હવે ગેસ બંધ કરી લો અને ફરી હલાવી લો. હવે ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે સુખડીના મિશ્રણને થાળીમાં પાથરી દો. ઉપર ઈલાયચી પાઉડર છાંટી લો અને ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી વાટકી વડે હલકા હાથે દબાવી લો.

  6. 6

    15 થી 20 મિનિટ બાદ કાપા પાડી ટુકડા કરી લો.

  7. 7

    ટુકડા કરી ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes