સેઝવાન ફ્રાઈડ રાઈસ(sezwan fried rice in gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 વ્યક્તિ
  1. 1+1/2 કપ બાસમતી ચોખા
  2. 3 ચમચીલાંબી સમારેલી ગાજર
  3. 1લાંબી સમારેલી ડુંગળી
  4. 3 ચમચીસમારેલું લીલું કેપ્સિકમ
  5. 2 ચમચીસમારેલું લાલ કેપ્સિકમ
  6. 2 ચમચીસમારેલું પીળુ કેપ્સિકમ
  7. 2 ચમચીસમારેલા મશરૂમ
  8. 2 ચમચીસમારેલી કોબીજ
  9. 1 ચમચીસમારેલું લસણ
  10. 1 ચમચીસમારેલું આદું
  11. 3 ચમચીસેઝવાન ચટણી
  12. 2 ચમચીરેડ ચીલી સોસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2-3 ચમચીસમારેલી લીલી ડુંગળી
  15. 2 ચમચીસમારેલી કોથમીર
  16. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. એ દરમિયાન બધા શાકભાજી સમારી લો. 20 મિનિટ બાદ ગેસ પર તપેલીમાં પાણી ઉમેરી બાસમતી ચોખા ધોઈને ઉમેરો. 80 % ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી પાણી નિતારી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી,ગાજર, કેપ્સિકમ ઉમેરીને 2 મિનિટ સાંતળો. રેડ ચીલી સોસ, મીઠું અને સેઝવાન ચટણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે મશરૂમ, કોબીજ, લસણ, આદું ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે એમાં સ્ટીમ રાઈસ ઉમેરો બરાબર મિક્સ કરી લો. છેલ્લે સમારેલી લીલી ડુંગળી અને કોથમીર નાખો.

  3. 3

    તૈયાર છે સેઝવાન ફ્રાઈડ રાઈસ. સર્વીંગ બાઉલ/ડીશમા કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes