મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.

#સુપરશેફ૧
#પોસ્ટ૨
#શાકઅનેકરીસ
#માઇઇબુક
#પોસ્ટ૧૮

મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)

મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.

#સુપરશેફ૧
#પોસ્ટ૨
#શાકઅનેકરીસ
#માઇઇબુક
#પોસ્ટ૧૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપમખાના
  2. ૩૦ નંગ કાજુ
  3. ૧૦-૧૫ ધાણા સૂકી દ્રાક્ષ
  4. ટામેટા
  5. નાનો ટુકડો આદું
  6. મિડિયમ સાઇઝ ડુંગળી
  7. થી ૧૦ કળી લસણ
  8. ૨-૩ લીલા મરચાં
  9. ૩-૪ આખા મરી
  10. તજનો ટુકડો
  11. તમાલપત્ર
  12. ચક્રફૂલ
  13. આખી ઇલાયચી
  14. ૩-૪ લવિંગ
  15. ૪ ટેબલ સ્પૂનઘી કે બટર
  16. ૧+૧/૨ ટેબલ ચમચી લાલ મરચું પાઉડર
  17. ૧/૪ ટી સ્પૂનહળદર
  18. ૧ ટેબલ સ્પૂનધાણા જીરુ પાઉડર
  19. ૧ ટેબલ સ્પૂનમીઠું
  20. ૧ ટેબલ સ્પૂનકસ્તૂરી મેથી
  21. ૩ ટેબલ સ્પૂનતાજું ક્રિમ (મલાઇ)
  22. ૨ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક કઢાઇમાં ૧ નાની ચમચી ઘી મૂકી મખાના શેકી લો. એને અલગ કાઢી પછી થોડા ઘીમાં અડધા કાજુ (૧૫ નંગ)શેકી લો. એને પણ અલગ કાઢી લો. ૩-૪ મખાના અને ૨-૩ કાજુ ઉપરથી સજાવવા અલગ કાઢી લો.

  2. 2

    હવે એજ કઢાઇ માં ૧+૧/૨ ટેબલ ચમચી ઘી લઇ બધા ખડાં મસાલા (લવિંગ, મરી, તજ, તમાલપત્ર, ઇલાયચી, ચક્રફૂલ) શેકી લો. પછી તેમાં બાકીના કાજુ અને દ્રાક્ષ નાખી સહેજ શેકો. પછી તેમાં મોટા સમારેલા ડુંગળી, ટામેટા, લસણ, આદું, લીલા મરચાં નાખી શેકીને ચડવી લો. તેને ૫ મિનિટ ઠંડું થવા દો. પછી મિક્સરમાં એકદમ બારીક પીસીને પેસ્ટ બનાવી લો.

  3. 3

    કઢાઇ માં બાકીનું ઘી મૂકી સહેજ ગરમ થાય એટલે લાલ મરચું, હળદર, ધાણાજીરુ, મીઠું નાખી હલાવી તેમાં પીસેલી પેસ્ટ નાખી મિક્સ કરો. થોડીવાર ચડવા દો. પછી કસ્તૂરી મેથી અને થોડું (૧/૨ કપ જેટલું) પાણી ઉમેરી ફરીથી ચડવા દો. ખદબદે એટલે ફરીથી ૧/૨ કપ જેટલું પાણી નાખી શેકેલા મખાના અને કાજુ નાખી ઢાંકી ૨-૩ મિનિટ ચડવા દો. છેલ્લે ક્રીમ ઉમેરી મિક્સ કરી, ઉપરથી કોથમીર નાખો. બાઉલમાં પીરસી ઉપરથી મખાના અને કાજુ થી સજાવો.

  4. 4

    નોંધ:- ૧. ખડાં મસાલા વાપર્યા હોવાથી ગરમ મસાલાની જરુર નથી. ખડાં મસાલાથી સ્વાદ વધુ સારો આવે છે. ૨. પંજાબી શાક માં આવતી બહુ જ સામાન્ય મીઠાશ માટે પેસ્ટ બનાવવામાં દ્રાક્ષ વાપરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes