દૂધી નો હાંડવો (Dudhi No Handavo Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

હાંડવો એ નાસ્તા માટે બનાવાય છે

દૂધી નો હાંડવો (Dudhi No Handavo Recipe In Gujarati)

હાંડવો એ નાસ્તા માટે બનાવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ હાંડવા નો તૈયાર લોટ
  2. ૧ ચમચીખાટું દહીં
  3. ટેસ્ટ મુજબખાંડ
  4. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  7. ૨ ચમચીતલ
  8. ૨ મોટી ચમચી તેલ વઘાર માટે
  9. ૧ ચમચી રાઈ વઘાર માટે
  10. ચપટીહિંગ
  11. ૧/૨ ચમચીખાવાનો સોડા
  12. સ્વાદ મુજબમીઠુ
  13. ૧ બાઉલદૂધી નું છીણ
  14. ૧/૨ ચમચી હળદર
  15. ૧ નંગ લાલ આખા મરચા વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલા માં હાંડવા નો લોટ લેવો. તેમાં દહીં અને મીઠું ઉમેરવું. અને જરૂર મુજબ પાણી ઉમેરી ને ચમચા થી પાડી શકાય એવું મિશ્રણ તૈયાર કરી લેવું. તેને ૫ કલાક આથો આવે એ માટે મૂકી દેવું

  2. 2

    ત્યાર બાદ ૫ કલાક બાદ તે ખીરા ને હલાવો પછી દૂધી ને છીણી લો તેને તૈયાર હાંડવા ના લોટ ના ખીરા માં નાખો ને હલાવી લો. તેમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ અને, મીઠું ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લેવું ને ખાવા નો સોડા નાખી એક બાજુ થી બરાબર હલાવી લો

  3. 3

    ત્યાર બાદ એક વાસણ માં ૧ મોટો ચમચો તેલ નાખવું, તેમાં રાઈ, તલ, હિંગ, હળદર નાખી ને વઘાર કરી લો વઘાર ને તૈયાર ખીરા માં રેડી દો. ને બરાબર હલાવી દો. ગરમ ખીરું રેડવા થી હાંડવો પોચો બને છે.

  4. 4

    હવે હાંડવા બનાવા ના કૂકર માં તેલ લગાવી લો તેમાં આ ખીરું રેડી દો ને ઉપર તલ ભભરાવી દો

  5. 5

    હવે કુકર ની ડીશ માં રેતી ભરી દો તેને ગેસ પર ગરમ કરો તેના પર કૂકર મૂકી દો ને ધીમા તાપે હાંડવો ચડવા દો વચ્ચે એક વાર ચપ્પા થી ચેક કરજો કે હાંડવો કાચો છે કે ચડ્યો છે

  6. 6

    30 મિનિટ બાદ હાંડવો ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો એક ડીશ માં સજાવી લો ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

Similar Recipes