મીની મસાલા ઈડલી (Mini Masala Idli Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

ઈડલી નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. ઓછા સમયમાં ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી કોઈ પણ સમયે બનાવી શકાય છે. સવારના નાસ્તામાં કે સાંજે ઓછી ભૂખ લાગે ત્યારે પણ આ વાનગી બનાવી શકાય છે.ઈડલી બનાવીને રાખી હોય તો ફક્ત 5 મિનિટ માં જ બની જાય છે.ઈડલી પચવામાં પણ સરળ છે.
મારા દીકરાને ભાવતી વાનગી છે.

મીની મસાલા ઈડલી (Mini Masala Idli Recipe in Gujarati)

ઈડલી નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. ઓછા સમયમાં ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી કોઈ પણ સમયે બનાવી શકાય છે. સવારના નાસ્તામાં કે સાંજે ઓછી ભૂખ લાગે ત્યારે પણ આ વાનગી બનાવી શકાય છે.ઈડલી બનાવીને રાખી હોય તો ફક્ત 5 મિનિટ માં જ બની જાય છે.ઈડલી પચવામાં પણ સરળ છે.
મારા દીકરાને ભાવતી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગ્રામ ઈડલીનુ ખીરૂ
  2. સ્વાદાનુસાર મીઠું
  3. 2 ચમચીતેલ
  4. 1/4 ચમચીખાવાનો સોડા
  5. અન્ય સામગ્રી
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીબટર
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1-1+1/2 ચમચી સાંભાર પાઉડર
  11. 1/2 ચમચીચાટ મસાલો
  12. 1/2 ચમચીરાઈ
  13. ચપટીહિંગ
  14. 1 ડાળી મીઠા લીમડાનાં પાન
  15. 1 નંગ સુકા આખા લાલ મરચાં
  16. 1 નંગ લીલાં મરચાંની કાતરી
  17. 2-3 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. ઈડલી ના ખીરૂ માં મીઠું, તેલ અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિકસ કરી લો. ઈડલી મોલ્ડને તેલથી ગ્રીસ કરી નાની ચમચી વડે ખીરૂ રેડવું.

  2. 2

    10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઠંડુ થાય એટલે ઈડલી ડીમોલ્ડ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાનાં પાન, હળદર, મરચું પાઉડર, સૂકાં અને લીલાં મરચાં ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 ચમચી પાણી ઉમેરી બરાબર મિકસ કરી ઈડલી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે સાંભાર પાઉડર અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો. 2 થી 3 મિનિટ બાદ બટર ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    સર્વીંગ ડીશમા કાઢી મીઠા લીમડાનાં પાન અને સાંભાર પાઉડર છાંટી લો. નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes