બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)

Heena Kamal
Heena Kamal @cook_26566231
Kampala

#GA4
#week5
આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋

બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)

#GA4
#week5
આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ વાટકીરાઈસ
  2. નાનું બટેકુ
  3. ગાજર
  4. મૂઠી વટાણા
  5. બીટ રૂટ
  6. નાનું કેપ્સિકમ
  7. નાની ડુંગળી
  8. નાનું ટમેટું
  9. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  11. ચમચો તેલ
  12. ૧ ચમચીરાઈ જીરું
  13. 1/2ચમચી હિંગ
  14. લાલ સૂકા મરચા, તમાલ પત્ર, મીઠો લીમડો, અરદ ની દાલ (૧ ચમચી)
  15. 1/2ચમચી હળદર
  16. ૨ ચમચીમરચા ની ભુકી
  17. સ્વાદ અનુસારમીઠું
  18. જીની સમારેલી કોથમરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલા રાઈસ લો તેને બરોબર ટેપ વોટર થી ૨ થી ૩ વખત ધોઈ અને ૧૦ મીનીટ માટે પલાળી દીઓ ત્યાર બાદ તેને કૂકર માં કે તપેલા માં બાફી લીઓ બાફતી વકતે મીઠું નાખી દેવું તેજ રીતે બધા વેજીટેબલ (વટાણા,ગાજર,બટેકા) બધું મીઠું નાખી ને બાફી લો

  2. 2

    હવે ગેસ ઉપર પેન ગરમ કરવા મૂકો પેન ગરમ થય જાય એટલે તેલ નાખો રાઈ, જીરું, હિંગ, અરડ ની દાલ, લીમડો, લાલ સૂકા મરચા, તમાલ પત્ર નાખો બધું તરતરી જાય એટલે લસણ, ડુંગળી,આદુ મરચાં ની પેસ્ટ નાખો ડુંગળી ગુલાબી થાય જાય એટલે ટામેટા, કેપ્સીકમ નાખો

  3. 3

    ત્યાર પછી બધા ડ્રાય મસાલા હળદર,મરચું, મીઠુ નાખી હલાવી લો હવે બાફેલા વેજીટેબલ અને રાઈસ નાખી હલાવી લો બધું મિક્સ થાય જાય એટલે ખમણેલું બીટ રૂટ નાખી સરસ મિક્સ કરી લો ગેસ બંધ કરી દો

  4. 4

    તૈયાર છે બીટ રૂટ રાઈસ કોથમરી છાંટી ગરમ ગરમ રાઈસ દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Kamal
Heena Kamal @cook_26566231
પર
Kampala

Top Search in

ટિપ્પણીઓ (2)

Similar Recipes