કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧.૧/૨ (દોઢ) કપ કોબીજ (ઝીણી સમારેલ)
  3. લીલા મરચા (ઝીણા સમારેલ)
  4. ટે. ચમચી આદુંની પેસ્ટ
  5. ટે. ચમચી લસણની ચટણી
  6. ૧/૪ ટી સ્પૂનહળદર
  7. ટે. ચમચી ધાણાજીરૂ પાઉડર
  8. ટે. ચમચી લાલ મરચુ
  9. ટે. ચમચી ગરમ મસાલો
  10. મીઠું (સ્વાદ મુજબ)
  11. શેઝવાન ચટણી (જરૂર મુજબ)
  12. ચીઝ (જરૂર મુજબ)
  13. ટે. ચમચી તેલ
  14. ટે. ચમચી દહીં
  15. પાણી (લોટ બાંધવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબીજને છીણી લેવી. પછી તેમાં લીલા મરચા, હળદર, લાલ મરચુ, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ, તથા લસણની પેસ્ટ, તથા દહીં લઈ ભેળવવું.

  2. 2

    ભેળવેલ કોબીજના મીશ્રણમાં લોટ, તેલ, હળદર, મરચુ, તથા સ્વાદ મુજબ મીઠું નાખવું. પછી પાણી લઈ લોટ બાંધવો.

  3. 3

    ગેસ પર લોઢી ગરમ કરવા મુકવી. હવે લોટમાંથી એક લુવું બનાવીને તેનું પરોઠા વણી, લોઢીમાં ૧/૨ ટી ચમચી તેલ લઈ શેકી લેવું. હવે તૈયાર કરેલા ગરમ પરોઠા પર શેઝવાન ચટણી પાથરવી. તેની પર છીણેલું ચીઝ પાથરવું. (આ રીતે બધા પરોઠા બનાવવા.)

  4. 4

    તૈયાર છે એકદમ ટેસ્ટી ચીઝ શેઝવાન કોબીજ પરોઠા. 😋😋👌 તમે છુંદા-અથાણા કે દહીં સાથે પીરસી શકો. ટોમેટો સોસ તથા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes