કોબી ના પરોઠા (Cabbage parotha recipe in Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામકોબી
  2. 1 વાટકીજીણી કાપેલી ડુંગળી
  3. 1 ચમચીજીણુ છીણેલું આદુ
  4. 45 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  5. 1 વાટકીકોથમીર
  6. ચપટીજીરું
  7. ચપટીહિંગ
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 3વાટકા ઘઉં નો.લોટ
  12. સ્વાદ મુજબ મીઠુ
  13. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં થોડું મીઠું અને તેલ નાખી ને લોટ બાંધવો...

  2. 2

    લોટ થોડો કઠણ બાંધવો.. જેથી પૂરણ નીકળી ન જાય.

  3. 3

    હવે આ લોટ ને થોડી વાર ઢાંકી ને રાખી દેવો....

  4. 4

    હવે એક બાઉલ માં કોબી, ડુંગળી આદુ,મરચા,કોથમીર,જીરું,ધાણાજીરૂ,લાલ મરચું, આ બધું નાખી ને મિક્સ કરી લેવું..

  5. 5

    મીઠું ન નાખવું.. જ્યારે પરોઠાં બનાવવા હોય ત્યારે જ મીઠું નાખવું જેથી પાણી ન છુટવા લાગે..

  6. 6

    હવે લોટ ની નાની જાડી પૂરી વણી ને તેની અંદર પૂરણ ભરવું.... પૂરણ માં થોડો લોટ નાખતું જવું જેથી પૂરણ કોરું રહેશે.

  7. 7

    હવે તેના પરોઠાં વણી ને શેકી લેવા અને ગરમાગરમ દહીં જોડે આ પરોઠાં નો આનંદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

ટિપ્પણીઓ (7)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
મારે કઠણ માં જ નીકળી જાય પુરણ

Similar Recipes