ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)

#GA4# WEEK18
આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે.
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18
આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચીક્કી બનાવવા માટે ની સામગ્રી ભેગી કરો.
- 2
શીંગદાણા ને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.
- 3
શીંગદાણા શેકાઈ જાય એટલે એના ફોતરા કાઢી નાખો.
- 4
શીંગદાણા ને મિક્સર માં અધકચરા પીસી લો. એનું તેલ છૂટું ના પડે એનું ધ્યાન રાખવું.
- 5
એક કઢાઈ માં થોડું ઘી મૂકી, ગોળ નો પાયો કરવો. ગોળ નો પાયો થયો છે કે નઈ એ ચેક કરવા એક વાટકી માં પાણી લઈ ગોળ નું ટીપુ નાખી જોવું. જો એ કડક લાગે તો તૈયાર.
- 6
હવે ગોળ ના પાયા માં કોકો પાઉડર ઉમેરો, શીંગદાણા નો ભૂકો અને ઘી ઉમેરવું.
- 7
ચીકી નો બેસ તૈયાર.
- 8
હવે એક થાળી માં ઘી લગાવી ને પાથરવું.થોડું ઠંડું પડવા દે પછી કાપા પડવા.
- 9
ચોકલેટ ચીક્કી તૈયાર.
Similar Recipes
-
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
#BW આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ નો તહેવાર ચીકી વગર અધૂરો છે. આ દિવસે તલ, શીંગ, મમરા, દાળિયા એમ વિવિધ વસ્તુ ઓ નું ગોળ સાથે મિશ્રણ કરી ચીકી બનાવવા માં આવે છે. ચીકી ખાવામાં તો ટેસ્ટી ખરી જ પછી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. મેં બનાવી છે શીંગ ની ચીકી તો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
ક્રેનબેરી કોર્ન ફ્લેક્સ ચીક્કી (cranberry cornflakes chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉત્તરાયણ આવે એટલે ગુજરાત માં દરેક ઘર માં ચીક્કી બનતી હોય છે. જેમાં તલ, શીંગ, મમરા, દાળિયા ની ચીકી બનતી હોય પણ આજે મે એક હેલ્થી અને ટેસ્ટી એવી ક્રેનબૅરી અને કોર્ન ફ્લેક્સ માંથી ચીક્કી બનાવી છે. ક્રેનબૅરી સ્કીન ને સારી કરે છે અને યુરીન માં થતાં ઇન્ફેક્શન ને દૂર કરવા માં પણ મદદ કરે છે. Neeti Patel -
શીંગદાણાની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#week15#post3#jaggery#સિંગદાણા_ની_ચીક્કી ( Peanut Chikki Recipe in Gujarati ) શિયાળો બરાબર જામી ગયો છે ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન શરૂ થઇ છે સામાન્ય રીતે ચીકીમાં રહેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ સાથે જ હવે ઉત્તરાયણ આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે હું તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી શીંગ-ગોળ ની ચીક્કી ની રેસિપી લઇ ને આવી છું. શિયાળા ની ઋતુ આવે એટલે શીંગદાણા ની ચીક્કી બનાવવાનું કઈ રીતે ભુલાય. શીંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીક્કી ખૂબ જ પૌષ્ટિક હોય છે. શીંગદાણા માંથી આપણને પ્રોટીન અને ગોળ માંથી લોહતત્વ શિયાળા માં આપણા શરીર ને ઘણું પોષણ આપે છે. ચીક્કી તો ઘણી બધી પ્રકાર થી બનાવી સકાય છે. જેમ કે - તલ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, ડ્રાય ફ્રુટ ની ચીક્કી અને કોપરા ની ચીક્કી વગેરે વગેરે. પરંતુ શીંગદાણા ની ચીક્કી નો સ્વાદ કઈક અલગ જ હોય છે. Daxa Parmar -
બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના અધૂરી છે ને? આમ તો ઠંડી ની શરૂઆત ની સાથે ગુજરાતી ઘરો માં ચીક્કી બનવાની શરૂઆત થઈ જ જાય છે. મમરા ની ચીક્કી, તલ ની ચીક્કી, તલ, મમરા ના લાડુ, શીંગ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, સુકામેવા ની ચીક્કી આ બધી ચીક્કી તો બનતી જ હોય છે સાથે સાથે નવા નવા ઘટકો સાથે ચીક્કી બનાવામાં ગૃહિણીઓ પારંગત હોય છે. આજે મેં થોડી મીઠી ,થોડી ચટપટી એવી બુંદી ની ચીક્કી બનાવા નો પ્રયાસ કર્યો છે અને ખરેખર સ્વાદિષ્ટ બની છે. Deepa Rupani -
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe in Gujarati)
#MS#MakarSankranti_special#cookpadgujarati શિયાળામાં મગફળી અને તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. મગફળીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લોકો વજન ઘટાડવાનું જિમ અથવા એક્સરસાઇઝ કરે છે, મગફળી એ ઘણા આહારમાં મહત્વપૂર્ણ ખોરાક છે. મગફળીની ગરમીને કારણે શિયાળામાં તેનું સેવન કરવાથી તમારા શરીરને ગરમી મળે છે અને ઘણી બીમારીઓથી દૂર રહે છે. આવી સ્થિતિમાં આપણે ઘરે જ સીંગદાણા અને ગોળમાંથી બનેલી ચિક્કી ખૂબ જ સરળ આ માત્ર 4 ઘટકો ઘી, ગોળ મગફળી અને કોકો પાવડરની મદદથી બનાવી શકાય છે. તે ખાવામાં ખૂબ જ અદ્ભુત છે અને તે સ્વાસ્થ્યપ્રદ ગુણોથી પણ ભરપૂર છે. Daxa Parmar -
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
-
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ. Bansi Thaker -
સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
#MW1આમ તો શિયાળુ પાક ઘણા છે પણ મને બનાવતા નથી આવડતું અને મને ભાવે પણ ઓછા એટલે હું એવું કૈક બનવું જે હેલ્થ માટે પણ સારું અને આપને ને એનર્જી પણ આપે તો મેં બનાવી છે સીંગ ચીક્કી.ઉત્તરાયણ માં ખાસ બનતી આ ચીક્કી મારી તો ફેવરેટ છે. Vijyeta Gohil -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post2#Uttrayanspecial૨૦૨૧ નાં આ ફાસ્ટ યુગ માં તહેવારો ની રોનક જાણે ઓછી થતી જાય છે અને પરંપરાગત બનતી વાનગીઓ વીસરાતી જાય છે. પણ હજુ ઘણા ઘરો માં એ રીતિરિવાજ અને વાનગીઓ આજે પણ જોવા મળે છે. એટલે જ મકરસંક્રાંતિ નાં પવૅ પર મેં બીજી ચીક્કીઓ જોડે શીંગ ની ચીક્કી બનાવી. જે વષૉ થી ગુજરાતીઓ માં શિયાળુ વાનગી તરીકે બનતી હોય છે. Bansi Thaker -
-
માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી
#GA4#Week15#jaggeryમાવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી... Palak Sheth -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
શીંગ દાણા ની ચીક્કી (Peanuts Chikki recipe in Gujarati)
#GA4#week18આપણે આમ તો સીંગદાણા ની ચીક્કી બનાવતા જ હોય છે પણ અંહી મૈં તેનો ભૂકો કરી ને બનાવી છે જે બહુ જ સરસ અને પાતળી થાય છે. Vrunda Shashi Mavadiya -
સીંગ માવા ની ચીક્કી
આ સીઝન માં ઉત્તરાયણ માં ચીક્કી બધાં નાં ઘરે બને જ. મે સીંગ માવા ની ચીક્કી બનાવી , મારા સાસુ- સસરા ખાય શકે#GA4#WEEK18 Ami Master -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
શિયાળા માં ગોળ ખાવો જોઈએ. અને મારી ઘરે નાના મોટા બધાને શીંગ દાણા ની ચીક્કી બહુ ભાવે. એ પણ ગોળ ની બનાવેલી.#GA4#week18 Richa Shahpatel -
More Recipes
ટિપ્પણીઓ (4)