લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)

લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને કાપી ને એકદમ થોડા પાણી થી બાફી લેવી. ઠંડી થાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
- 2
મગની દાળ અને ચોખાને ભેગા કરીને પાણીથી ત્રણથી ચાર વાર ધોઈ લેવા. હવે પ્રેશરકુકરમાં દાળ, ચોખા અને ચાર કપ પાણી ઉમેરવું. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું અને હળદર ઉમેરીને ત્રણ વ્હિસલ સુધી મીડીયમ તાપ પર રાખવું. કુકર ને જાતે ઠંડુ થવા દેવું.
- 3
એક પેનમાં ઘી ગરમ કરી એમાં આખા મસાલા અને જીરું ઉમેરવું, જ્યારે જીરૂં બ્રાઉન કલરનું થાય ત્યારે તેમાં હિંગ અને કાંદા ઉમેરવા. કાંદાને એક મિનિટ સુધી સાંતળવા. હવે તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને કાંદા લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં મીઠું અને ટામેટા ઉમેરી બરાબર હલાવી લેવું.
- 4
ટામેટા પોચા થઇ જાય ત્યાં સુધી પકાવી તેમાં પાલકની પ્યુરી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. હવે તેને મીડીયમ તાપ પર 5 મિનીટ સુધી પકાવવું.
- 5
હવે તેમાં તૈયાર કરેલી સાદી ખીચડી અને એક કપ પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. જરૂરિયાત પ્રમાણે પાણી વધારે કે ઓછું લઈ શકાય. ખીચડી ને પાંચ મિનિટ સુધી મીડીયમ તાપ પર પકાવીને ગેસ બંધ કરી દેવો.
- 6
લસણ નો તડકો તૈયાર કરવા માટે તડકા પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ અને સૂકું લાલ મરચું ઉમેરી લસણને હલકા ગુલાબી રંગનું તવા દેવું. હવે તેમાં લાલ મરચું ઉમેરી ગેસ બંધ કરી દેવો. લસણના તડકાને તૈયાર કરેલી પાલક ની ખીચડી ઉપર ઉમેરવો.
- 7
ગરમા ગરમ પાલક ખીચડી ને લસણના તડકા સાથે પીરસવી. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichadi Recipe In Gujarati)
#WDમેં મૃનાલ ઠક્કરની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે આ વાનગી બનાવી છે જે ખૂબ સરસ બની છે.વન પોટ મીલ તરીકે પ્રખ્યાત ખીચડી દાઢે વળગી જાય એવી આ પાલક પ્યુરી સાથે થોડા શાકભાજી અને મસાલા ઉમેરીને ખીચડી બનાવી ઉપર લસણનો તડકો આ ખીચડીને લાજવાબ સ્વાદ આપે છે. Urmi Desai -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#SQMrunal Thakar ની રેસીપી ફોલો કરીને લહસૂની પાલક ખીચડી બનાવેલ ખુબ જ સરસ બની હતી Bhavna Odedra -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#WKRપાલક નો ઉપયોગ કરી સરસ ખિચડી બનાવી. ઉપર થી ઘી માં લસણ કકડાવી બીજો તડકો કરવા થી આ ખિચડી ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2ચોખા માંથી અનેકવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ.. પણ તેમાંય ખીચડી નું એક અલગ જ સ્થાન હોય છે ઘર માં. આજ ચોખા અને દાળ લઈને તેમાં અલગ સ્વાદ ઉમેરી ને લહસૂની પાલક ખીચડી બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. Noopur Alok Vaishnav -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાલક ખીચડી
#ડીનર #week 13 #goldenapron3#Onepotઆજે મેં લોકડાઉન ને અનુલક્ષીને વન પોટ મીલ માં પાલક ખીચડી બનાવેલી છે જે ખૂબ જ હેલ્ધી છે અને આપને જરૂરી એવા બધા ન્યુટ્રીશન તેમાંથી મળી રહે છે. Bansi Kotecha -
ફાડાની ખીચડી (Fadani khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiઘંઉના ફાડા જેની લાપસી બનાવીએ છીએ. આજે મેં શાકભાજી અને મગની દાળ લઈ મસાલા ઉમેરી ખીચડી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી વાનગી છે જે બાળકોને પણ ખૂબ ભાવશે.અહીં મેં ખીચડીને દહીં તીખારી, બીટ, અને ખીચીયા પાપડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે Jyotika Joshi -
કોર્ન પાલક રાઈસ
#આ રાઈસ દેખાવમાં જેટલા સુંદર છે એટલા જ સ્વાદમાં પણ મધુર છે.મારી દિકરીને પાલક જરાપણ પસંદ નથી પણ આ રાઈસ ખૂબ પ્રેમથી ખાય છે. Urmi Desai -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
-
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen
More Recipes
ટિપ્પણીઓ (7)