ભગત મુઠીયા નું શાક (Bhagat Muthiya Shak Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
શેર કરો

ઘટકો

  1. ૪ નંગકાંદા સમારેલા
  2. ૩ નંગબટાકા બાફી ને સમારેલા
  3. ૨ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૨ ચમચીધાણજીરું પાઉડર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧/૨ ચમચીહળદર પાઉડર
  8. ૧ ચમચીખાંડ
  9. ૧ ચમચીરાઈ
  10. ૪ ચમચીતેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. દાળવડા બનાવવા માટે
  13. વાટકો ચણા ની દાળ
  14. ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  15. ૧/૨ ચમચીગરમ મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ
  17. તેલ તળવા માટે
  18. ગાર્નિશ માટે
  19. કોથમીર
  20. લીલુ લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને ૩ કલાક પલાળી રાખો પછી તેને મિક્સજાર માં પીસી લેવી, હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ,મીઠું ને ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ ગરમ કરવા મૂકવું.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં મુઠીયા તળી લેવા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી.હવે એક પેનમાં તેલ મુકી રાઈ ને હિંગ નો વધારો કરી તેમાં કાંદા ઉમેરી ૨ મિનિટ સાંતળવું હવે તેમાં બટાકા ઉમેરી ૧ મિનિટ સાંતળવું પછી તેમાં બધો મસાલો ઉમેરી ૨ મિનિટ થવા દેવું.

  3. 3

    હવે તેમાં એક બાઉલ પાણી ઉમેરવું,પાણી ઉકળે એટલે તેમાં મુઠીયા મુકી દેવા અને ૨ થી ૪ મુઠીયા ભુકો કરી ને નાંખવા અને ૩ મિનિટ થવા દેવું એટલે રસો ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો અને કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરવું આ શાક તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો, શાક તૈયાર છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes