વાલનુ વરડુ (Val Vardu Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

વાલનુ શાક ઉનાળામાં કેરી ના રસ સાથે દરેકના ઘરમાં બનતું હોય છે.
એ જ વાલનુ વરડુનુ શાક પણ એટલું જ સરસ બને છે જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામવાલ નુ વરડુ
  2. 1 ચમચીલસણની પેસ્ટ
  3. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  4. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/4 ચમચીગોળ (નાખવું હોય તો)
  8. 1/4 ચમચીરાઈ
  9. 1/4 ચમચીઅજમો
  10. ચપટીહિંગ
  11. 3-4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વાલનુ વરડુ સાફ કરી સમારી ધોઈ લેવું.

  2. 2

    હવે વરડુ ધોઈ બધા મસાલા ઉમેરી લો 2 થી 3 ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ નાખી વરડુ ઉમેરો.

  3. 3

    હવે 1/4 કપ પાણી ઉમેરી 2 થી 3 મિનિટ બાદ કૂકરનુ ઢાંકણ બંધ કરી 5 મિનિટ સુધી ધીમો તાપ રાખો. હવે મધ્યમ 3 સીટી વગાડી ગેસ બંધ કરવો.

  4. 4

    તૈયાર છે વાલનુ વરડુ જે સર્વ કર્યું છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes