ઘટકો

અડધો કલાક
ચાર લોકો માટે
  1. કણક માટે
  2. 1-1/2 કપ મેંદો
  3. 1 ટીસ્પૂનમીઠું
  4. 1 ટીસ્પૂનઅજમા
  5. વન ફોર ટીસ્પૂન બેકિંગ પાઉડર
  6. 1 મોટો ચમચોતેલ
  7. ફીલિંગ બનાવવા માટે
  8. ૪-૫ નંગબટાકા
  9. 1 ચમચીબારીક કાપેલા લસણ
  10. 1 ચમચીબારીક કાપેલું લીલું મરચું
  11. 1 ચમચીજીરૂ
  12. ચારથી પાંચ મીઠા લીમડાના પાન
  13. 1/2 ચમચી હળદર
  14. 1/2 ચમચી ધાણાજીરૂ
  15. 1+1/2 ચમચી મરચું પાઉડર
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીમીઠુ
  18. 1 ચમચીલીંબુનો રસ
  19. 1/2 ચમચી સાકર
  20. 1/2 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક વાસણમાં ઉપર જણાવ્યા પ્રમાણે મેંદો મીઠું અજમા બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી પાણીથી કણક બાંધી લેવી હવે તેને રેસ કરવા મૂકવી

  2. 2

    હવે બીજા એક તવામાં પહેલા તેલ ગરમ મૂકો પછી તેમાં લસણ લીલા મરચા લીમડાના પાન મેશ કરેલા બટાકા હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું લીંબુ ખાંડ ચાટ મસાલો બધું જ મિક્સ કરી ફીલિંગ બનાવી લેવું

  3. 3

    આ મિશ્રણ ઠંડું પડે ત્યાં સુધી કણક કુંણવી લઈને લૂઆ બનાવવા અને મોટી પૂરી વણી બે ભાગ કરી લેવા

  4. 4

    હવે તેને ફીલિંગ ભરી સમોસા ભરી લેવા

  5. 5

    પછી તેને ગરમ તેલ માં તળી ગરમ ગરમ સર્વ કરવા તૈયાર છે ચટપટા સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes