ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કિલો અમુલ મસ્તી દહીં
  2. 200-250 ગ્રામદળેલી ખાંડ (વઘુ કે ઓછી લ‌ઈ શકાય)
  3. 2-3 ચમચીસમારેલા કાજુ
  4. 2 ચમચીબદામ કતરણ
  5. 2 ચમચીપિસ્તા કતરણ
  6. 2 ચમચીકિશમિશ ટુકડા
  7. 1/3-1 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અમુલ મસ્તી દહીંને મસલીન કપડા માં બાંધી ઉપર વજન મૂકી 3 થી 4 કલાક સુધી રાખી મુકો. પાણી નિતારી લેવું. હવે તૈયાર મસ્કો એક બાઉલમાં કાઢી દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે ડ્રાય ફ્રુટ ઉમેરો બરાબર મિક્સ કરી લો. એક કન્ટેનરમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ભભરાવી દો.

  3. 3

    તૈયાર છે ડ્રાયફ્રુટ શ્રીખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes