બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.
મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.

બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
2 વ્યક્તિ
  1. 3વડાપાઉં ના બચેલા બ્રેડ/6 બ્રેડ સ્લાઈસ
  2. 3 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  3. 2 ચમચીઝીણું સમારેલું લાલ કેપ્સિકમ
  4. 2 ચમચીઝીણું સમારેલું લીલું કેપ્સિકમ
  5. 2 ચમચીઝીણું સમારેલું પીળું કેપ્સિકમ
  6. 2 ચમચીસમારેલી કોથમીર
  7. 1/2 ચમચીફૂદીનાના પાઉડર
  8. 3 ચમચીચણાનો લોટ
  9. 3 ચમચીઝીણો રવો
  10. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  11. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  12. 1/2 ચમચીલસણની પેસ્ટ
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1/4 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીચીલી ફ્લેક્સ
  16. 1 ચમચીઈટાલીયન સીઝનીંગ
  17. 1 ચમચીમિક્સ હર્બસ
  18. 2સ્લાઈસ ચીઝ/ 1 કપ છીણેલી ચીઝ
  19. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં બ્રેડ લ‌ઈ હાથ વડે ટુકડા કરી, ચીલી ફ્લેક્સ, ઈટાલીયન સીઝનીંગ અને મિક્સ હર્બસ ઉમેરો. બાકીની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    ➡️ હવે બ્રેડ મિશ્રણ માં બધી સામગ્રી ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો. જરૂર પ્રમાણે 1-1 ચમચી પાણી ઉમેરી ભાખરીના લોટ જેવું મિક્સ કરી 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
    ➡️ હવે મિશ્રણમાંથી એકસરખા ભાગે ગોળા વાળી લો.
    ➡️ હવે મિશ્રણ લઈ હાથ વડે દબાવી વચ્ચે ચીઝ મૂકી બધી બાજુથી બરાબર બંધ કરી ટીક્કી બનાવી લો.
    ➡️ આ ટિક્કીને તેલ બરાબર ગરમ કરી મધ્યમ તાપે તળી લો.

  3. 3

    બંને બાજુ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    હવે આ તૈયાર થયેલ ટિક્કીને કોઈ પણ ડિપ સાથે સર્વ કરી શકો છો.
    મેં અહીં સિરાચા મેયોનીઝ સાથે સર્વ કર્યું છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes