ઘટકો

  1. ૨૦૦ ગ્રામ નાની બટાકી
  2. ૧૫૦ ગ્રામ શક્કરિયા
  3. ૨૫૦ ગ્રામ દાણા વાળી સુરતી પાપડી
  4. ૨૦૦ ગ્રામ રવૈયા
  5. ૩૫૦ ગ્રામ રતાળુ
  6. ૩૦૦ ગ્રામ સુરતી પાપડી
  7. જુડી મેથી
  8. ૧૫૦ તુવેરના દાણા
  9. ૧૦૦ ગ્રામ આદુ મરચાં ની પેસ્ટ
  10. ૧/૨ કોપરું છીણેલુ
  11. જુડી કોથમીર ઝીણી સમારેલી
  12. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ
  13. ૧ કપઘઉંનો લોટ
  14. ૧ ટેબલ સ્પૂન..તેલ મોણ માટે
  15. તળવા માટે તેલ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  18. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  19. ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  20. ૧ ટી સ્પૂનખાંડ
  21. ૧ ટી સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મુઠીયા બનાવા માટે:
    ભાજી ઝીણી સમારીને ધોઇ નીતરી લેવી. બંને લોટ મીક્સ કરી તેમા મુઠી પાડતું મોણ નાખવું.મીઠું,આદું લીલા મરચાં, લીલું લસણ, મરચું,હીંગ,હળદર,લાલ મરચું,ખાંડ નાખી મિક્સ કરવુ.પછી ભાજી ને લોટ મા મિક્સ કરવી.તેમા પાણી બીલકુલ નાંખવાનું નથી.મુઠીયા વળે તેવો લોટ રાખવો.તેલ ગેસ પર ગરમ કરવા મુકવું. મુઠીયા વાળી ગરમ તેલ મા તળી લેવા

  2. 2

    કોથમીરને બારીક સમારી તેમાં આદુ,મરચાં,કોપરું,જીરું,તલ,લસણ, ખાંડ મીઠું,બધું ભેગું કરી મસાલો તૈયાર કરવો

  3. 3

    ઊંધીયું બનાવવા :
     
    રતાળુ,બટાકા,શક્કરિયા છોલી ચોરસ ટૂકડા કરવા.રવૈયા ને કાપી ઉભા ચીરા પાડવા.પાપડી ને ધોઇ થાળી મા કાઢવી
    બટાકા,શક્કરિયા,રતાળુ ને તેલ મા તળી લેવુ. રીંગણ મા મસાલો ભરવો અને તેલમાં થોડા ચડવી દેવા
    ૧ જાડા તળીયા વાળા તાંસળા મા વધેલું તેલ લેવુ તેમા પેલા પાપડી પાથરવી.એના ઉપર મસાલો પછી રીંગણ પાથરવા. ફરી પાપડી અને મસાલો.....
    હવે શક્કરિયા,બટાકા,રતાળું ના તળેલા ટૂકડા પાથરવા. એની ઉપર પાપડી
    અને ઊંધીયા નો મસાલો પાથરવો.

  4. 4

    શરૂઆતમાં ૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખી પછી ગેસ ધીમો કરી એના ઉપર ડીશ ઢાંકી એના ઉપર પાણી રાખવું..... ૫ મિનિટ પછી ઢાંકણ ખોલી મુઠીયા ગોઠવો.... હવે ઢાંકણ ઢાંકી ને થવા દો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes