ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#DRC
Barnyard Millet (મોરૈયો)
International Millet year ની ઉજવણી ચાલી રહી છે તો મે બનાવ્યા ભગર નાં ઢોકળા....ખૂબ સ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય છે...પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે અને ડાયાબિટીસ માં છૂટ થી લઈ શકાય છે ...પચવામાં બિલકુલ હલકું ધાન્ય હોવાથી બાળકો અને વડીલો પણ લઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  1. 2 કપભગર (મોરૈયો)
  2. 1 કપખાટું દહીં
  3. 1/2 કપહુંફાળું પાણી(જરૂર મુજબ)
  4. જરૂર મુજબ મીઠું
  5. 3 ચમચીતેલ
  6. 1 ચમચીકુકિંગ સોડા
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. સર્વ કરવા લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભગર ને સાફ કરી કોરા કપડાં થી લુછી લો.હવે તેને એક મિક્સર જારમાં લઈ દરદરો ક્રશ કરી લો.

  2. 2

    આ દરદરો લોટ એક મિક્સિંગ બાઉલ માં લઈ ને તેમાં દહીં ઉમેરી ને મિક્સ કરો...અડધા કપ જેટલું હુંફાળું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે લોટ પલળી જાય એટલે એક સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો તેમાં તેલથી ગ્રીસ કરીને થાળી પ્રી હિટ કરો. ખીરામાં જરૂર મુજબ મીઠું 1 ચમચીતેલ તેમજ કૂકિંગ સોડા ઉમેરી એક જ દિશામાં ફેંટી લો. પ્રિ હિટ કરેલ થાળીમાં ખીરું રેડી ને ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરો ઢાંકીને 10 - 12 મિનિટ બફાવા દો. આ રીતે બીજી થાળી પણ બાફી લો.

  4. 4

    હવે આપણા ભગર (મોરૈયા) નાં ઢોકળા તૈયાર થઈ ગયા છે થાળી ઉપર તેલ લગાવી મનપસંદ પીસ કાપીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes