કેળા મેથી ના થેપલાં

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#તવા
કેળા મેથીના ભજીયા તાબે બધા એ ખાધા હશે પણ અહિ મેં થેપલા બનાવ્યા છે.શિયાળામાં મેથી ની ભાજી ખૂબ સરળતા થી મળી રહે છે.તેનો ઉપયોગ કરી થેપલાં બનાવ્યા છે.તેમા કેળા નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૧ બાઉલ ઘઉં નો લોટ
  2. ૨૫૦ ગ્રામ મેથી ની ભાજી
  3. ૨ નંગ કેળા
  4. ૨ ચમચી દેશી ઘી
  5. ૧ ચમચી મીઠું
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી હળદર
  8. ૧ ચમચી ધાણા જીરૂ પાઉડર
  9. ૧/૨ ચમચી હીંગ
  10. જરૂર મુજબ પાણી
  11. થેપલાં શેકવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળા ને છીણી લેવા.ઘઉં ના લોટ માં બધા મસાલા નાખવા. ઘી નું મોણ નાખવુ.સાથે મેથી ની ભાજી અને કેળા નાખી મીક્સ કરવા.જરૂર પડે તો પાણી ઉમેરી લોટ બાંધવો.

  2. 2

    લોટ ના ગોળા કરી થેપલાં વણી લેવા.બેઉ બાજુ સરખા તેલ મૂકી શેકી લેવા.

  3. 3

    અથાણું કે ટોમેટો સોસ સાથે ઉપયોગ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes