ચીઝી બટર સેન્ડવીચ (Cheesy Butter Sandwich Recipe In Gujarati)

Charvi
Charvi @cook_22273733
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ બાફેલા બટાકા
  2. 100 ગ્રામ બાફેલા વટાણા
  3. 1 નંગટામેટું સમારેલું
  4. 1 નંગડુંગળી સમારેલી
  5. 1સ્લાઇઝ બ્રેડ નું પેકેટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1ચમચો તેલ
  9. સજાવટ માટે:-
  10. 2ચીઝ ક્યૂબ
  11. 1 વાટકીટમેટો સોસ
  12. કોથમીર
  13. બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો.પછી ડુંગળી ગુલાબી રંગ ની થાય પછી તેમાં ટામેટા નાખી ૨ મિનિટ સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચું અને મીઠું નાખી.વટાણા અને બટાકા નાખી મિકસ કરો.કોથમીર થી ગાર્નિશ કરવું.

  3. 3

    મસાલા ને બ્રેડ માં ભરીને સેન્ડવીચ ટોસ્ટર માં બટર થી શેકી લો.

  4. 4

    ટમેટો સોસ અને ચીઝ નાખી સેન્ડવીચ ને સર્વ કરો.તો તૈયાર છે ચીઝી બટર સેન્ડવીચ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes