આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#આલુ
આલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે.

આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

#આલુ
આલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગબોઈલ્ડ બટાકા
  2. ૧ નંગડુંગળી
  3. મીઠું સ્વાદનુસાર
  4. ટેબલ સ્પુન રેડ ચીલી પાઉડર
  5. મેગી મેજીક મસાલા પાઉચ
  6. 2 ચમચીકોથમીર
  7. લોટ માટે
  8. ૨ કપઘઉં નો લોટ
  9. મીઠું સ્વાદનુસાર
  10. તેલ મોણ માટે
  11. પાણી જરુરીયાત મુજબ
  12. તળવા માટે તેલ ને ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આલુ બોઈલ્ડ કરો ને ડુંગળી ચોપ્ડ કરો.
    પરાઠાનો લોટ તેલનું મોણ ને મીઠું નાખી ને બાંધી લો.

  2. 2

    આલુ બોઈલ્ડ થઈને ઠંડા પડે એટલે સ્મેશ કરી લો. તેમાં મીઠું,લીલું મરચું ને લાલ મરચું ને મેગી મસાલા પાઉચ નાખી ને મીક્સ કરી લો ને પછી કોથમીર નાંખો. પછી આલુના બઘા બોલ્સ બનાવી લો. ને પરાઠા ના લુવા પાડી લેવા.

  3. 3

    પરાઠાને અટામણ માં ડીપ કરી નાનું પરોઠું વણીને તેમાં આલુનો બોલ્સ મૂકી ને બંધ કરી દો ને લૂવો બનાવી હાથ થી થોડું પ્રેસ કરીને પછી પરોઠું વણીને તવી પર બંને બાજુ પલટો ને શેકી લો ને તેને દહીં સાથે સર્વ કરો. દહીં માં મીઠું ને મરચું નાખો ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes