દાલ સબ્જી(dal sabji recipe in Gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

#ઈસ્ટ આપણે ગુજરાતમાં પણ આ રીતની dal sabji બનાવીએ છીએ લગભગ એ જ રીતે બંગાળમાં પણ દાલ સબ્જી બને છે ટેસ્ટ પણ લગભગ સમાન જેવો જ છે ગુજરાતની dal sabji ની જેમ જ ત્યાં પણ બધા જ શાકભાજી નાખી દાલ સબજી બનાવે છે અહીં મેં બીજા કોઈ શાક હાજર ન હોય રીંગણ ગલકા કાચા કેળા અને ફ્રીઝરમાં ભરેલા બધા દાણા જેવા કે વટાણા તુવેર લીલી ચોળી વાપરીને દાલ સબ્જી બનાવી છે
બાળકોને બધી જ જાતના શાકભાજી અને મિક્સ દાળ કરી આ રીતે જુદા ટેસ્ટ સાથે ખવડાવી શકાય

દાલ સબ્જી(dal sabji recipe in Gujarati)

#ઈસ્ટ આપણે ગુજરાતમાં પણ આ રીતની dal sabji બનાવીએ છીએ લગભગ એ જ રીતે બંગાળમાં પણ દાલ સબ્જી બને છે ટેસ્ટ પણ લગભગ સમાન જેવો જ છે ગુજરાતની dal sabji ની જેમ જ ત્યાં પણ બધા જ શાકભાજી નાખી દાલ સબજી બનાવે છે અહીં મેં બીજા કોઈ શાક હાજર ન હોય રીંગણ ગલકા કાચા કેળા અને ફ્રીઝરમાં ભરેલા બધા દાણા જેવા કે વટાણા તુવેર લીલી ચોળી વાપરીને દાલ સબ્જી બનાવી છે
બાળકોને બધી જ જાતના શાકભાજી અને મિક્સ દાળ કરી આ રીતે જુદા ટેસ્ટ સાથે ખવડાવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીતુવેરની દાળ
  2. ૧ નાની વાટકીચણાની દાળ
  3. 1મોટું રીંગણ
  4. 1મોટું ગલકુ
  5. 2 નંગમિડિયમ સાઈઝના કાચા કેળા
  6. 1વાત કહું વાટકો ફ્રોઝન વટાણા તુવેર લીલા ચોળાના બી
  7. 3ટામેટાની પેસ્ટ
  8. ચમચો આદુ મરચાની પેસ્ટ
  9. ૧ નંગલીંબુ
  10. 1/2ચમચી હળદર
  11. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. શાકના વઘાર માટે 3 ચમચા તેલ અને એક ચમચો ઘી
  14. સર્વિંગ વખતના વઘાર માટે 2 ચમચા ઘી
  15. 3 નંગલવિંગ
  16. 1 ટુકડોતજ
  17. ૨ નંગઆખા લાલ મરચા
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીજીરૂ
  20. સર્વિંગ માટે ૨ નંગ મોળા મરચા ઝીણા સુધારેલા
  21. કોથમરી જીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બે કલાક પહેલા તુવેરની દાળ અને ચણાની દાળને ધોઈને પલાળો અહીં જો હોય તો મગની મોગર દાળ પણ લઈ શકાય મારી પાસે ન હતી એટલે મેં માત્ર ચણાની દાળ અને તુવેરની દાળ લીધી છે પલાળેલી આ બન્ને દાળને કુકર મા વ્હિસલ વગાડી બાફી લો

  2. 2

    દાળ બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવું

  3. 3

    હવે એક બીજા વાસણમાં શાકના વઘાર માટે તેલ અને ઘી મૂકો તેલ અને ઘી ગરમ થાય એટલે જીરું નાખો એ પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો એ સંતળાઈ જાય એટલે ટામેટાંની પ્યોરી નાખો હવે તેમાં મીઠું હળદર મરચું ધાણાજીરૂ નાખો અને તેલ છૂટુ ન પડે ત્યાં સુધી સાંતળો એ પછી તેમાં શાકભાજી ઉમેરો અહીં મારી પાસે શાકમાં ગલકા રીંગણા અને કાચા કેળા જ હતા એ સિવાય પણ હોય તો કોબી ફ્લાવર મકાઈ ફણસી જેવા શાક પણ નાખી શકાય શાકભાજીના ભાગનું મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો અને શાકભાજી ચડવા દો

  4. 4

    શાકભાજી અડધા ચઢી જાય એટલે તેમાં ફ્રોઝન દાણા નાખી દો બધા શાકભાજી સાથે દાણા પણ ચડી જશે એ પછી છેલ્લે બાફેલી દાળ મિક્સ કરી દો બધુ બરાબર હલાવી લો અને થોડીવાર માટે દાળ અને શાક એક રસ થઇ જાય ત્યાં સુધી ધીમા તાપે ઢાંકીને રાખી દો

  5. 5

    બધું સરસ રીતે એકરસ થઈ જાય એટલે છેલ્લો વઘાર કરો એને માટે એક વઘારીયામાં બે ચમચી ઘી લઇ એમાં તજ લવિંગ સૂકું લાલ મરચું બધું નાખી છેલ્લે ગરમ ઘીમાં લાલ મરચું પાઉડર નાખી દાલ સબ્જીમાં રેડી દો સર્વ કરતી વખતે એક લીંબુ નીચોવી થોડુ ઝીણુ સુધારેલું લીલુ મરચું અને કોથમરી નાખી સર્વ કરો

  6. 6

    આમાં બધી જાતની દાળ અને શાકભાજીઓ વપરાયા હોવાથી ખૂબ હેલ્ધી છે બધી જાતની દાળ નાખી હોવાથી પ્રોટીનથી ભરપૂર અને શાકભાજી પણ અનેક જાતના હોવાથી વિટામીન અને ફાઈબરથી ભરપૂર છે તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી બેંગાલી dal sabji

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

ટિપ્પણીઓ

Similar Recipes