ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#જન્માષ્ઠમી સ્પેશિયલ
#ફરાળી
#સાઉથ
આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)

#જન્માષ્ઠમી સ્પેશિયલ
#ફરાળી
#સાઉથ
આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીમોરિયો
  2. 2કાચા બટાકા
  3. 3-4લિલાં મરચાં
  4. 3 ચમચીખાટું દહીં
  5. 1/2 ચમચીજીરૂ
  6. ચપટીમરી ક્રશ કરેલી
  7. થોડાં લીલાં ધાણા
  8. ફરાળી મીઠું સ્વાદ મુજબ
  9. લીલી ચટણી માટે
  10. 1મુઠ્ઠી લીલાં ધાણા
  11. 3 ચમચીસીંગદાણા
  12. 3લીલાં મરચાં
  13. 1/2લીંબુ નો રસ
  14. 3આઈસ્ ક્યૂબ
  15. ફરાળી મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેહલા મોરિયા ને મિક્સી જાર માં લઇ પીસી લો બહુ પાઉડર જેવું નાય કરવાનું. થોડા કણ રહે એવું રાખવાનું.

  2. 2

    બટાકા ની છાલ ઉતારી છીણી લો. મરચા સમારી લો. હવે આ મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લો.આમાં જીરું, મરચાં, સમારેલાં ધાણા, ક્રશ મરી અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    આમાં બટાકા નું છીણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી તેમાં 3 ચમચી દહીં ઉમેરી લો.

  5. 5

    આ બેટરને 20 મિનિટ સુધી રેસ્ટ આપી દો. 20 મિનિટ બાદ બેટર ને ચમચી વડે એક જ દિશામાં ફેરવી લો. હવે અપ્પમ પેન લઈને સ્લો ફ્લેમ પર રાખી ગરમ કરવા મૂકો.

  6. 6

    ગરમ થાય પછી તેમાં થોડું તેલ ચોપડી ચમચી વડે એક ચમચી બેટર અપ્પે પેન માં મૂકી દો. આને ઢાંકીને 15 મિનિટ સુધી થવા દો અને પલટાવી બીજી બાજુ પણ આ રીતે શેકી લો.બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકવું. તોહ તૈયાર છે ફરાળી અપ્પમ.

  7. 7

    લીલી ચટણી માટે એક મિક્સી જાર માં લીલા ધાણા,સીંગદાણા, મરચાં,લીંબુ નો રસ,ફરાળી મીઠું અને આઈસ્ ના ટુકડા નાખી પીસી લો. તૈયાર છે લીલી ફરાળી ચટણી.

  8. 8

    ફરાળી અપ્પમ સાથે લીલી ચટણી બહુ સરસ લાગે છે. ગરમ ગરમ અપ્પમ સાથે ઠંડી ચટણી સર્વ કરવા માટે તૈયાર છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes