સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati)

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
3 સર્વિંગ્સ
  1. ૨ કપ અડદ ની દાળ
  2. ૩/૪ કપ ચોખા
  3. ૧/૪ કપ સફેદ ચોળી
  4. ૧ કપ દહીં
  5. ૧ ચમચી જીરું
  6. ૨ ચમચી સમારેલી કોથમીર
  7. ૧ ચમચીસમારેલા મરચા
  8. સ્વાદાનુસારમીઠું
  9. સાંભર
  10. ૧/૪ કપ તુવેરની દાળ
  11. ૧/૨ કપ અડદ અને મગ ની દાળ
  12. ૩ ચમચીચણા ની દળ
  13. ૧ નંગટામેટું સમારેલું
  14. ૧ નંગલીલું મરચું
  15. ૨ ચમચી કોથમીર સમારેલી
  16. ૧ નંગસરગવાની સીંગ
  17. ૧/૨ કપ સમારેલી દૂધી
  18. ૧/૨ ચમચી આદુ
  19. ૧/૪ ચમચી હળદર
  20. ૧/૪ ચમચી મરચું પાઉડર
  21. ૨ ચમચી સાંભર મસાલો
  22. સ્વાદાનુસારમીઠું
  23. ૪ ચમચી તેલ
  24. ૧/૪ ચમચી રાઈ
  25. ૧/૪ ચમચી અડદ ની દાળ
  26. ૧૦ નંગ મીઠા લીમડા ના પાન
  27. ૧ નંગસૂકું મરચું
  28. ૨ નંગલવીંગ
  29. નારિયેળ ચટણી
  30. ૪ ચમચી નારિયેળ નું ખમણ
  31. ૧/૨ કપ પાણી
  32. 3 ચમચીતેલ
  33. ૧/૨ ચમચી રાઈ
  34. ૧ નંગસૂકું મરચું
  35. ૭ થી 8 નંગમીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ચોળીને ધોઈ લો અને તેને દહીં માં 8 થઈ ૧૦ કલાક પલાળી દો દાળ ને ધોઈ ને 3 કલાક પલાળી દો બધું એક સરસ રીતે પલળી જાય એટલે તેને મિક્સર માં પીસી લો પાણી નહીં ઉમેરવાનું અને મિશ્રણ ને જાડું રાખો

  2. 2

    આ મિશ્રણ માં કોથમીર મરચા જીરું હિંગ અને મીઠું ઉમેરોઅને બરાબર મિક્ષ કરી અને૧કલાક માટે ઢાંકી ને રહેવા દો

  3. 3

    સરગવાની શીંગ અને દૂધી ને બારીક સમારી પાણી માં બાફી લો

  4. 4

    બધી દાળ ને કુકર માં બાફી લો બાફેલી દાળ માં2 કપ પાણી ઉમેરો અને દાળ માં ટામેટા કોથમીર અને મીઠું હળદર અનેમરચું અને સાંભર મસાલો ઉમેરી ઉકાળોઅને તેમાં શીંગ અને બાફેલી દૂધી ઉમેરો

  5. 5

    એક પેન માં તેલ ગરમ કરો અને પછી તેમાં અડદ ની દાળ લવિંગ અને આદું ઉમેરો

  6. 6

    ત્યાર પછી તેમાં મરચું રાઈ અને લીમડો ઉમેરો

  7. 7

    ત્યાર પછી તેમાં સાંભર મસાલો હળદર અને મરચું પાઉડર ઉમેરો અને તેના વઘાર કરો

  8. 8

    એક પેન માં તેલ ગરમ કરો અને વડા ના મિશ્રણ માંથી નાના નાના વડા મુકો અને તેને સોનેરી રંગ ના થવા દો. આ રીતે બધા વડા બનાવો

  9. 9

    નારિયેળ ના ખમણ માં પાણી અને મીઠું ઉમેરી તેને પીસી લોઅને તેલ ગરમ કરી રાઈ અને સૂકું મરચું મુકો અને લીમડા ના પાન મૂકી તેને ચટણી પર વઘાર કરો

  10. 10

    આ રીતે વડા ને સાંભર અને ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

Similar Recipes