ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)

બજારના ગાંઠીયાને પોચા બનાવવા સોડા બહુ વધારે માત્રામાં નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે તો નુકસાનરુપ છે જ , સાથે સોડાનો બહુ જ વધારે સ્વાદ આવે છે. આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું જેમાં બિલકુલ ચપટી સોડા સાથે તેલ-પાણી ફીણીને એકદમ ઢીલો લોટ બાંધી જારાથી ગાંઠીયા પાડવામાં આવે છે.તો સોડા વગર પણ ગાંઠીયા ક્રિસ્પી ને પોચા થાય છે અને સોડાનો ખરાબ સ્વાદ નથી આવતો.
મારા દીકરાએ પહેલા ઘરના મારા મમ્મી ના હાથના ખાધેલા છે તો એને બજારના બિલકુલ પસંદ નથી. અને લોકડાઉનના કારણે એના બાને મળાયું નથી તો જીદ કરીને મારી પાસે બનાવડાવ્યા છે.
આમ આ ગાંઠીયા ફૂલવાળી ડિઝાઇનમાં (મેં સાથે pic મૂક્યો છે) સરસ લાગે છે અને મારા મમ્મી બનાવે છે પણ મારી પાસે એ જારો ના હોવાથી સાદા ગોળ બનાવ્યા છે.
ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
બજારના ગાંઠીયાને પોચા બનાવવા સોડા બહુ વધારે માત્રામાં નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે તો નુકસાનરુપ છે જ , સાથે સોડાનો બહુ જ વધારે સ્વાદ આવે છે. આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું જેમાં બિલકુલ ચપટી સોડા સાથે તેલ-પાણી ફીણીને એકદમ ઢીલો લોટ બાંધી જારાથી ગાંઠીયા પાડવામાં આવે છે.તો સોડા વગર પણ ગાંઠીયા ક્રિસ્પી ને પોચા થાય છે અને સોડાનો ખરાબ સ્વાદ નથી આવતો.
મારા દીકરાએ પહેલા ઘરના મારા મમ્મી ના હાથના ખાધેલા છે તો એને બજારના બિલકુલ પસંદ નથી. અને લોકડાઉનના કારણે એના બાને મળાયું નથી તો જીદ કરીને મારી પાસે બનાવડાવ્યા છે.
આમ આ ગાંઠીયા ફૂલવાળી ડિઝાઇનમાં (મેં સાથે pic મૂક્યો છે) સરસ લાગે છે અને મારા મમ્મી બનાવે છે પણ મારી પાસે એ જારો ના હોવાથી સાદા ગોળ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટને ચાળીને તેમાં મીઠું, અજમો, મરી પાઉડર, હીંગ નાખો. એક તપેલીમાં ૧ કપ પાણી હૂંફાળું ગરમ કરો પછી તેમાં ૧/૨ કપ તેલ અને સોડા(૨ આંગળી વચ્ચે આવે એટલો થોડો લેવો) નાખી બ્લેન્ડરથી બરાબર ફીણી લો. ફૂલીને ફીણ વળી જાય ત્યાં સુધી ૧-૨ મિનિટ ફીણો.
- 2
હવે આ પાણી લોટમાં નાખી લોટ બાંધો. જરુર પડે તો બીજું થોડું પાણી ઉમેરી એકદમ ઢીલો લોટ બાંધી લો. બાંધેલા લોટને પણ બરાબર ફીણો. તળવા માટે તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે કઢાઇ પર ગાંઠીયા નો જારો ગોઠવો. તેના પર થોડો લોટ લઇ હથેળીથી આગળ ની તરફ ઘસો.
- 3
બધો લોટ ઘસી જારો ખસેડી ગાંઠીયા ને ગોલ્ડન બ્રાઉન મિડિયમ તાપે તળી લો. આ રીતે બધાં લોટમાંથી ગાંઠીયા પાડી લો. સહેજ ઠંડા થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો. ૧૫ દિવસ સુધી ખાઇ શકાય.
Similar Recipes
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Bhavisha Manvar -
ચણાના લોટમાંથી ભાવનગરી ગાંઠીયા
#માઇઇબુક ૫૦ #સુપરશેફ૨પોસ્ટ૧૪ આ ગાંઠીયા ખાવામાં પોચા બનશે સરસ લાગે છે તમે પણ બનાવજો ચા સાથે ગરમાગરમ ખાશો તો મજા આવશે.મારા બાળકો ને તો બહુજ ભાવ્યા. Smita Barot -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
રવિવારે સવાર નો ગરમ નાસ્તો એટલે સૌ ના પ્રિય ગાંઠીયા તો ચાલો ઘેર બનાવી HEMA OZA -
તીખાં કડક ગાંઠીયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ2, #દિવાળીસ્પેશીયલનાસ્તાતીખાં કડક ગાંઠીયા, ઘણી જગ્યાએ લાકડીયા ગાંઠીયા ને નામે ઓળખાય છે.ગુજરાતીઓને ગાંઠીયા વગર ચાલે જ નહીં.. Manisha Sampat -
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
ગાંઠિયા (ganthiya Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ નમકીન ચણા ના લોટ ના ગાંઠીયા જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી😋😋 #કુકબુક Reena patel -
ગાંઠીયા (Ganthiya recipe in Gujarati)
ગાંઠીયા ગુજરાતી ઓ ના ખૂબ જ ફેવરિટ.અહી મેં ઝટપટ બની જતા ગાંઠીયા ની રેસીપી બનાવી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
લાંબા ગાંઠીયા (Lamba Ganthiya Recipe In Gujarati)
#કૂકબુક આ વર્ષે તો નયન ગરમાગરમ ગાંઠિયા ની મજા લેવાની છે મેં પહેલી વાર ટ્રાય કર્યા મારી ઇચ્છા હતી કે આ વખતે ન્યુ યર ના ગાંઠીયા અને જલેબી મહેમાનને દર વર્ષે કંઈક ઘરમાં ખરાબ નવો નાસ્તો બનાવી સાથે બીજું સુકો નાસ્તો તો ખરો જ તો ચાલો આપણે ગાંઠિયા ની રેસીપી જોઇએ.. Varsha Monani -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MA... "શબ્દ જુદો પણ શબ્દાર્થ એક છે ,'મા'કહો કે દુનિયા ... અર્થ એક જ છે"જેના હાથ તમામ રસાસ્વાદ થી ભરેલા છે તે સ્વાદ માંથી "મા"બાદ થાય તો....!!! મા નાં હાથ ની રસોઇ પાસે દુનિયા ની બધી વાનગી ઓ ફિકી લાગે છે.....હું રાંધણ કળા માં જે કંઈ પણ શીખી છું એનો મૂળગત શ્રેય મારી મમ્મી ને જાય છે 💞 એમાંની જ એક વાનગી 'વણેલા ગાંઠીયા' અહીંયા શેર કરું છું આ ગાંઠીયા અમારે ત્યાં દશેરાના દિવસે અને ઘણીવાર રવિવારે નાસ્તામાં બનતા હોય છે.આ ગાંઠીયા ગુજરાત માં ફેવરિટ છે..લગભગ બધા ખરીદી ને ખાતા હોય છે પણ ઘરે બનાવવા થી સરળતા થી બને છે અને ક્વોલિટી અને કોન્ટીટી જળવાય રહે છે.ઘર ની ચોખ્ખી વસ્તુ નો ઉપિયોગ કરવાથી વધુ વખત સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 #Week1 #ફૂડફેસ્ટિવલ#વણેલાગાંઠીયા #cookpad #cookpadindia#cookpadgujarati #cooksnapchallengeગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
વણેલા ગાંઠીયા
#ઇબુક૧#૧૮#વણેલા ગાંઠીયા નાસ્તા માટે બેસ્ટ છે ચા , ચટણી અને સલાડ સાથે ખાવામાં આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
ફાફડી ગાંઠીયા (Fafdi Gathiya Recipe In Gujarati)
#સ્નેક્સઆજે મેં નાસ્તા માં ફાફડી ગાઠીયા સંચા થી બનાવ્યા છે ,કેમકે મારી પાસે ફાફડી નો જારો નથી ,તો ઇઝીલી બનાવો સઁચા માં ગાઠીયા . Keshma Raichura -
ફાફડી ગાંઠીયા
#લોકડાઉન ગાંઠીયા એટલે ગુજરાતી ની ઓળખ રવિવાર ની સવાર ગાંઠીયા વગર ન પડે લોકડાઉન માં બહાર મળે નહીં પણ ગુજરાતી બૈરું ગાંઠીયા ઘરે બનાવે અને સાથે તળેલા મરચા ઘરમાં બધા ખુશ... mamtabhatt829@gmail.com Bhatt -
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ગાંઠીયા ની કઢી (Ganthiya ni kadhi recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટફાફડા ગાંઠીયા એ ખૂબ જ લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. એની સાથે જે કઢી મળે છે એનાથી એનો ટેસ્ટ બહુજ સરસ આવે છે. તો મેં અહીંયા એ કઢી ની રેસિપી શેર કરી છે કે જે મેં મારા હસબન્ડ પાસે થી શીખી ને બનાવી છે. Harita Mendha -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
વણેલા ગાંઠીયા (vanela ganthiya Recipe In Gujarati)
આપણા ગુજરાતની famous અને એકદમ ઇઝી અને 12 જેવી tasty ગાંઠીયા અને આમાં પાણી અને તેલ ને ફેટીને ગાંઠિયા માં લોટ બાંધીએ છીએ એટલે બહાર જેવો ટેસ્ટ આવે છે Vandana Dhiren Solanki -
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
#KS4હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે. Jyoti Shah -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#MAમમ્મી વિશે શુ કહું? રસોઈ નો ર મમ્મીએ શીખવેલો. એમ તો બહુ નાની હતી ત્યારથી જ રસોઈ મારુ પેસન છે. પણ એ બધુ મમ્મીને જોઈ નેજ. અમે વર્ષો થી રાજકોટ મા રહીએ, ઘર મા ફરસાણ ના હોય તેવુ બનેજ નહી. પણ મમ્મી બધુ ધરે જ બનાવે તેમાથી જોઇને જ મે આ ગાઠીયા બનાવતા શીખેલા. સ્વાદ મા બજાર કરતા પણ વિશેષ અને એકદમ ફટાફટ બની જતા આ ગાંઠીયા ની રેસીપી એકદમ સરળ છે. Bhumi Rathod Ramani -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Bhavisha Manvar -
ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
આ બધા નાસ્તા ગુજરાતી તહેવારો મા અને રેગ્યુલર પણ બધા ના ફેવરીટ છે આ મારા મમ્મી ની રેસીપી છે . ગુજરાતી ના ચટરપટર માટે ગાંઠીયા , ચકરી , મેથી ના શકકરપારા ની રેસિપિ#FFC1#food Festival#week1 Bindi Shah
More Recipes
ટિપ્પણીઓ (32)